અમરેલી

સાવરકુંડલામાં દિવાળી ની અનોખી ઉજવણી…દિવાળીની રાત્રે ખેલાયું ઈંગોરિયા યુદ્ધ…

સાવરકુંડલામાં દિવાળીની ઉજવણી અલગ રીતે કરાય છે. આમને સામને ઈંગોરીયા યુદ્ધ કરી દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત, ફાયર વિભાગ અને આરોગ્યની ટીમ સહિતના કાફલા વચ્ચે આ ઈંગોરીયા યુદ્ધ ની રમત રમાય છે. સાવરકુંડલા શહેરમાં છેલ્લા ૧૦૦ વર્ષથી ઇંગોરિયાની રમત રમાય છે. તદ્દન નિર્દોષતાથી આ રમત રમવામાં આવે છે. આ રમતમાં દિવાળીની દિવસે રાત્રે ૧૦ઃ૦૦ વાગ્યાથી ૨ઃ૦૦ વાગ્યા સુધી આ રમત શહેરના દેવળા ગેઈટ અને નાવલી ચોકમાં રમવામાં આવે છે. સળગતા ઇગોરીયા એકબીજા ગ્રુપની માથે ફેકવાની આ રમત છે. જેમાં કોઈ પણ જાતનો પૂર્વગ્રહ રાખ્યા વિના ખેલદિલીપૂર્વક આ રમત રમવામાં આવે છે.

સાવરકુંડલા શહેરમાં ત્રીજી પેઢીથી આ રમત રમાય છે.વર્ષો પહેલા સાવર અને કુંડલા બન્ને વિસ્તારના લોકો આમને-સામને ઈંગોરીયા ફેંકીને રમત રમતા એ પરંપરા આજની તારીખે જળવાઈ રહી છે. હાલમાં સાવર કુંડલા બંને વિસ્તાર એક થઈ જતા અહીંના લોકોએ દિવાળીની રાત્રીના ઇગોરીયા યુદ્ધની રમત હાલમાં રમે છે. અને એ રમતને જોવા લોકો દૂર દૂર થી સ્થાનિકોના ઘરે મહેમાનો બને છે અને રમતનો આનંદ ઉઠાવે છે.
સાવરકુંડલા શહેરની ઇંગોરિયા આ રમતને નિહાળવા અને અનુભૂતિ કરવા સ્થાનિક ધારાસભ્ય પણ પહોંચ્યા હતા.જોકે ઇગોરીયા ની જગ્યાએ હવે કોકડા એ સ્થાન લીધું છે..અને એ અનુભૂતિ કરવા માટે શહેરના નવનિયુક્ત ધારાસભ્ય મહેશ કસવાલા ઈંગોરીયા યુદ્ધ રમત ની અનુભૂતિ લઇ પોતે પણ આ રમતમાં ભાગ લીધો હતો. સામાન્ય વ્યક્તિની જેમ લોકોની વચ્ચે ધારાસભ્ય પણ રમ્યા હતા. કાયદો વ્યવસ્થાની વાત કરીએ તો ૧૦૦ ઉપરાંત પોલીસકર્મી, ડી.વાય.એસ.પી., બે પીએસઆઇ, બે પી.આઈ સહિત પોલીસનો કાફલો સમગ્ર શહેરના દેવલા ગેટ, મણીભાઈ ચોક અને નાવલી ચોકી આસપાસ ગોઠવી દેવામાં આવ્યો હતો. ફાયર ફાઈટર દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. મેડિકલ ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી. આ વર્ષે હજારોની સંખ્યામાં સળગતા કુકડા નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Related Posts