સાવરકુંડલા મારૂતિ નગર ખાતે આવેલ સુપ્રસિધ્ધ સંતશ્રી ધનાબાપુ ના આશ્રમ ખાતે આગામી તારીખ 19/05 રવિવાર વૈશાખ સુદ અગીયારસ અને 20/05 સોમવાર વૈશાખ સુદ બારસ ના રોજ પરમ પૂજ્ય સંત શિરોમણી ધનાબાપુ ના સ્વરૂપ નું પૂજન, મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ, શાંતિ યજ્ઞ, અને ભંડારો યોજાશે. આ તકે કન્યા પૂજન, હેમાજળી, શહેર ના મુખ્યમાર્ગો પર શોભાયાત્રા, સંતો ના સામૈયા, ધર્મસભા, યજ્ઞ પ્રારંભ, સમૂહ મહાપ્રસાદ, બીડું હોમ વગેરે ધાર્મિક પ્રસંગો ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. ધર્મસભા માં પૂજ્ય વિજયબાપુ (સતાધાર), કેશવાનંદબાપુ (નરખડી આશ્રમ નર્મદા), ઉષામૈયા માતાજી (શિવ દરબાર આશ્રમ કાનાતળાવ), જ્યોતિમૈયા માતાજી (સનાતન આશ્રમ બાઢડા), મહામંડલેશ્વર મસ્તરામબાપુ (ઘી વાળી ખોડિયાર ધજડી), ભક્તિરામ બાપુ (માનવ મંદિર), નારાયણદાસ સાહેબ (કબીર ટેકરી), વિજયગીરી બાપુ (બળિયા હનુમાન), મહેશગીરી બાપુ (બોધરીયાણી) વગેરે સંતો મહંતો આશિવર્ચન પાઠવવા ઉપસ્થિત રહેશે. તારીખ 19/05 ને રવિવારે ભવ્ય સંતવાણી યોજાશે. જેમાં હેમંત પરમાર (ભજનીક) તથા કોકીલકંઠી ગાયિકા રેખાબેન વાળા વગેરે કલાકારો ભજન આરાધના કરશે. આ તકે સાવરકુંડલા શહેર અને તાલુકાના સેવાભાવી યુવાનો બે દિવસ સુધી સેવા આપશે.
સાવરકુંડલામાં ધનાબાપુ આશ્રમ ખાતે મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ, શાંતિ યજ્ઞ અને ભંડારા ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

Recent Comments