સાવરકુંડલામાં નગરપાલીકા દ્વારા ક્તલખાનાની હંગામી ધોરણે પરવાનગી આપવાની વાત જાહેર થતા વિશ્વ હિન્દુ પરિષદનો ઉગ્ર વિરોઘ
આજ રોજ સાવરકુંડલા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહિની, માતૃ શક્તિ, સ્વામીનારાણ ગુરુકુળ સંસ્થા, ડૉકટર એસોશીએસન, વેપારી આગેવાનો, નગરપાલીકાના કાઉન્સીલરો, વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ, હિન્દુ યુવા સંગઠન તેમજ સાધુ સંતો દ્વારા સાવરકુંડલા નગરપાલીકા દ્વારા ક્તલખાનાની હંગામી ધોરણે મંજુરી આપવા તથા ગેરકાયદેસર વેચાણ બંઘ કરવા સામે હિન્દુ સંગઠનો તથા સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો જે સ્વરૂપે વિશાળ મોન રેલી યોજાઇ હતી
સાવરકુંડલામાં આજરોજ રિદ્ધિ સિદ્ધિ નાથ મહાદેવ મંદિર થી મામલતદાર ઓફિસ સુધી બહોળી સંખ્યામાં રેલીનું આયોજન થયેલ હતું પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શહેરના મુખ્ય માર્ગ ઉપર આ રેલી ગેરકાયદેસર કતલખાના બંધ કરવા ગૌહત્યા બંધ કરવા જેવા બેનરો સાથે નીકળેલ હતી જેમાં બહોળી સંખ્યામાં મહિલાઓ પણ આવેલ હતા આ રેલી પ્રથમ ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા ને આવેદનપત્ર પાઠવી અને તેઓએ આ રેલીના સમર્થનમાં સાવરકુંડલામાં તેઓની સરકારમાં ક્યારેય કતલખાનું ન ખુલે તેવી બાંહેધરી આપેલ અને સાથે નગરપાલિકા પ્રમુખ પતિ શ્રી રાજુભાઈ દોશી એ પણ ખુલાસો આપી સાવરકુંડલામાં ક્યારેય પણ હંગામી ધોરણે કે કાયમી ધોરણે કતલખાનાને પરમિશન ન આપે તેવી બાંહેધરી આપેલ છે ત્યારબાદ આ રેલી આગળ નીકળી મામલતદાર ઓફિસ પહોંચી ત્યાં મામલતદાર સાહેબને પણ આવેદનપત્ર પાઠવી રેલીની પૂર્ણાહુતિ કરી હતી
Recent Comments