fbpx
અમરેલી

સાવરકુંડલામાં નાવલી નદી રીવર ફ્રન્ટ બનાવવા માટેની યોજનાને મંજૂરી મળતાં શહેરીજનોમાં આનંદ છવાયો

સાવરકુંડલા લીલીયા વિધાનસભા વિસ્તારના લોકલાડીલા  ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સાહેબના પ્રયત્નોથી સાવરકુંડલા શહેર માટે ગુજરાત સરકારમાંથી તાત્કાલિક રૂપિયા ૨૫  કરોડની ગ્રાન્ટ  નાવલી રિવરફ્રન્ટ અને વિકાસ કાર્યો  માટે સાવરકુંડલા નગરપાલિકાને અપાવેલ આ કામો માટે સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ પતિ રાજુભાઈ દોશી ઉપ પ્રમુખ જયસુખભાઈ નાકરાણી અને નગરપાલિકાના તમામ સદસ્યોએ  સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સાહેબનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.

સાવરકુંડલા શહેરની આગવી ઓળખ માટે અને સાવરકુંડલા શહેરને  પણ સાબરમતી નદી જેવો રીવર ફ્રન્ટ બનાવવા માટે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સાહેબની મહેનતથી  નાવલી નદી હવે ખરાં અર્થમાં નવલગંગા બનશે. આ વિકાસ કામો માટે  સાવરકુંડલા નગરપાલિકા માટે રૂપિયા ૨૫ કરોડની રિવરફ્રન્ટ બનાવવાની સૈધાંતિક મંજૂરી.

 તા ૨૪-૨-૨૩.ને શુક્રવારે મંજુરી આપવતાં લોક લાડીલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાને સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ પતિ રાજુભાઈ દોશી ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી અને નગરપાલિકાના તમામ સદસ્યોએ  અભિનંદન પાઠવેલ. આ સંદર્ભે શહેરના બુધ્ધિજીવીવર્ગ, વેપારી આગેવાનો, રાજકીય- સામાજિક અગ્રણીઓએ પણ ધારાસભ્યશ્રીને સાવરકુંડલા શહેરના વિકાસ માટે પ્રતિબદ્ધતા દર્શાવતા અભિગમની ભારોભાર પ્રશંસા કરી હતી અને અભિનંદન પણ પાઠવ્યા હતાં. સાથોસાથ સાવરકુંડલા શહેરને એક અનુપમ શહેર બનાવવાની નેમ ધરાવતાં ચીફ ઓફિસર બોરડ સાહેબને પણ અભિનંદન પાઠવ્યા હતા.

Follow Me:

Related Posts