સાવરકુંડલામાં નૂતન કેળલણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં ફિનીશીંગ સ્કૂલ ટ્રેનિંગ પ્રોગ્રામ ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો.
ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ પ્રોગ્રામનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો શ્રી નુતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વીડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં તારીખ ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૪ને સોમવારથી ગુજરાત ગવર્મેન્ટ આયોજિત અને કેસી જી દ્વારા સંચાલિત ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ પ્રોગ્રામનો આરંભ કરવામાં આવેલ છે તેમાં ટ્રેનર તરીકે અમદાવાદથી રુહી બહેન રાઠોડ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અને આ ટ્રેનિંગમાં કોલેજની ૫૫ વિદ્યાર્થીની બહેનો જોડાયેલ છે ઉદ્ઘાટન કાર્યક્રમમાં મહેમાનશ્રીનો પરિચય ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડી.એલ.ચાવડા સાહેબે આપ્યો હતો અને કાર્યક્રમની રૂપરેખા વિશે રૂહીબહેન રાઠોડે માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ફિનિશિંગ સ્કૂલના કો-ઓર્ડિનેટર ડોક્ટર રુકસાનાબહેન કુરેશીએ કર્યું હતું સમગ્ર કાર્યક્રમમાં આભાર દર્શન પ્રા છાયાબેન શાહે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી
Recent Comments