fbpx
અમરેલી

સાવરકુંડલામાં  પરમ પૂ. બ્રહ્મલીન ભક્ત શ્રી વિશ્રામ બાપુ અને પૂ. દેવું મા ના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી.

પરમ પૂજ્ય બ્રહ્મલીન ભક્ત શ્રી વિશ્રામ બાપુ અને પૂજ્ય દેવું માના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન શ્રી રામાપીર મંદિર હાથસણી રોડ ખાતે ઉજવાયો જેમાં સવારે તારીખ ૨૫-૧૨-૨૩  સોમવારે સવારે આઠ કલાકે મૂર્તિના સામૈયા અને શોભાયાત્રા રૂડા ભક્તની જગ્યા થી શરૂ કરી નાવલી નદી વિસ્તાર રિદ્ધિ સિદ્ધિ મંદિર અને હાથસણી રોડ પર થઈ જયપીર બાબા રામદેવ મંદિર સુધી પહોંચ્યું હતું  જેમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા. સામૈયામાં વિશાળ સંખ્યામાં સંતોની સવારી નીકળી હતી જેનો લાભ શહેરીજનોએ લીધો હતો ત્યારબાદ રાત્રે મહાપ્રસાદ અને દાંડિયા રાસનું આયોજન થયું હતું. આજે તારીખ ૨૬-૧૨-૨૩ ના રોજ યજ્ઞ હવન સંતોના સામૈયા ધર્મ સભા સંતોની સન્માન વિધિનું આયોજન છે. જેમાં જ્યોતિ પ્રાગટ્ય, મહાપ્રસાદ અને સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છેએમ  અમિત રાઠોડની એક યાદીમાં જણાવાયુ હતું

Follow Me:

Related Posts