સાવરકુંડલામાં પુરુષોત્તમ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
સાવરકુંડલામાં આડી શેરી, ખોડિયાર વાળા નાકામાં આજે પુરુષોત્તમ માસમાં એકાદશી પર્વ નિમિતે શ્રી પુરુષોત્તમ ભગવાન અને ગોરમાની પૂજા અર્ચના કરવામાં આવી હતી જેમાં મહિલાઓ દ્વારા આંબૂડું જાંબુડું ,સત્સંગ, અને વનભોજન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને ઉત્સાહ પૂર્વક મહિલાઓ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે અને પુરુષોત્તમ માસનું ફળ અને સૌ પ્રથમ ભક્તિની જો વાત કરીએ તો પુરુષોત્તમ ભગવાન એટલે ભગવાન વિષ્ણુનું સ્વરૂપ અને વિષ્ણુભગવાન સ્વરૂપની પૂજા એટલે કે તુલસીપત્રની પૂજા કરવામાં આવે તો બધાના દુઃખ અને દરિદ્રતાનો નાશ થાય છે બધાના પરિવારની અંદર આખા વિશ્વની અંદર જગતની અંદર બધાનું કલ્યાણ થાય એવા હેતુથી આ પુરુષોત્તમ માસની અંદર ભગવાન વિષ્ણુની અને ગોરમાની પૂજા અર્ચના કરવામાં આવે છે તેમ પૂજા કરાવતા ગોર હાર્દિકભાઈ નવીનચંદ્રભાઈ ખીરાએ જણાવ્યા પુરુષોત્તમ માસ વિશેની માહિતી આપી હતી એમ યોગેશ ઉનડકટની એક અખબારી યાદીમાં જણાવાયું હતું.
Recent Comments