અમરેલી

સાવરકુંડલામાં પોક્સો એક્ટ જાગૃતિ અભિયાન અંતર્ગત શાળાની બાળકોને કાનૂનની સવિશેષ સમજ આપાઈ

સાવરકુંડલા તાલુકાના ડેડકડી ગામે અહીંની લોકશાળામાં તાલુકા કાનૂની સેવા સમિતિ સાવરકુંડલા આયોજિત પોક્સો એક્ટ જાગૃતિ અભિયાન અંતર્ગત શાળાની બાળકોને આ કાનૂનની સવિશેષ સમજ આપવાનો કાર્યક્રમ યોજાયો. સાવરકુંડલા તાલુકાના ડેડકડી ગામે અહીંની લોકશાળામાં તાલુકા કાનૂની સેવા સમિતિ સાવરકુંડલા આયોજિત પોક્સો એક્ટ જાગૃતિ અભિયાન અંતર્ગત શાળાની બાળકોને આ કાનૂનની સવિશેષ સમજ આપવાનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં કાનૂની સેવા સમિતિ સાવરકુંડલાના સેક્રેટરી શ્રી એસ. એમ ટાંક તથા ધારાશાસ્ત્રી શ્રી એમ.પી.ગોંડલીયાએ વિદ્યાર્થીઓને આ કાનૂનની સવિસ્તર સમજ આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી પી. એલ. ચાવડા સાહેબ તેમજ શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ પૂર્ણ શિસ્ત અને શાંતિ જાળવી હતી અને આ કાર્યક્રમને રસથી માણ્યો હતો.

Related Posts