સાવરકુંડલા શહેરની સરકારી પ્રાથમિક કન્યા શાળા શાળા નંબર ૨ કન્યા શાળામાં મકરસંક્રાતિની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી જેમાં મોટી બાળાઓએ પતંગ ચગાવશું પણ કોઈ પક્ષીને ઈજા નહીં પહોંચાડીએ અને જો આજુબાજુ પણ ઈજા પહોંચેલ પક્ષી જોશું ,તો તાત્કાલિક રીતે વન્ય પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટને જાણ કરીશું અને તેના મોબાઈલમાં નંબર સેવ કર્યા અને પ્રતિજ્ઞા લીધી ,તેમ જ લેવડાવી ,અને મોટી દીકરીઓએ પતંગ ઉડાવી અને નાની દીકરીઓએ મોહરા પહેરી અને આગળના ગ્રાઉન્ડમાં “ઉડે રે પતંગ રંગદાર આભમાં” ગીત સાથે ડાન્સ કરેલો હતો. તેમ બ્રાન્ચ શાળા નંબર બે કન્યા શાળા આચાર્ય ભારતીબેન રાઠોડની એક યાદીમાં જણાવાયુ હતું.
સાવરકુંડલામાં મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિક કન્યા શાળામાં મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવી.

Recent Comments