૧૮ માર્ચના રોજ શ્રી બ્રાન્ચ શાળા નંબર બે કન્યાશાળા સાવરકુંડલા ખાતે એન્યુઅલ ફંકશન ઉડાન વર્ષ ૨૦૨૩-૨૪ અને ધોરણ આઠની લાડકી દીકરીઓનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવેલ. જેમાં સાવરકુંડલાના રામકથાકાર શ્રી પ્રકાશ બાપુ, સી.આર.સી વિપુલભાઈ દુધાત, સી.આર.સી મુસ્તાકભાઈ રાઠોડ તેમજ એસ.એમ.સી.અધ્યક્ષ બીનાબેન, વિશાલભાઈ, મોસીનભાઈ ઇરફાનભાઇ, તેમજ વ્હાલા વાલીગણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, અને બાલવાટિકાથી શરૂ કરી અને ધોરણ આઠની બાળાઓએ પોતપોતાના કૌશલ્ય નાટયકરણ ,રાષ્ટ્રગીત, મિત્ર દોસ્તીને લગતા ગીત, સ્વચ્છતા અભિયાન અંતર્ગતના કાર્યક્રમ ઉજાસ ભણી અંતર્ગત કાર્યક્રમ, વર્ષ દરમિયાન થયેલ દરેક કાર્યક્રમોની અનોખી ઝલક રજૂ કરેલ હતી.
જેમાં ખેલ સહાયક આસિફભાઇ દ્વારા કરાટેના દાવ તેમજ “ગુજરાતનું ગૌરવ ગીરનો સાવજ”બાલવાટિકા અને ધોરણ એક બે ની બાળાઓ પાસે સિંહ જેવા હુંકાર કરાવેલ હતા, ભૂમિકા મેડમ રમજાન સર, અરુણા મેડમ દ્વારા ફેશન શો હું કોણ છું ,બોલો ફળ અને ફૂલો અને શાકભાજીનો રોજિંદા જીવનમાં ઉપયોગ તેમજ “કચરો કચરાપેટીમાં જ નાખો” ,”વધુ વૃક્ષો વાવો”, પર્યાવરણમાં થતી “ગ્રીન હાઉસ ઇફેક્ટ”, તમામ વિષયોને વણી લેતા નાટ્યકરણ, એક પાત્રીય અભિનય ,રજૂ કરવામાં આવેલ હતા, તેમજ ગુજરાતના ભાતીગળ ગરબાઓ ,રાસ અને ઇન્ટરનેટનો વધુ પડતો ઉપયોગ બાળકોને અને વાલીઓને કઈ દિશા તરફ લઈ જાય છે એને લગતાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ ટિકટોક રીલ માં સમય અને શરીરને થતું નુકશાન એના ઉપરથી પણ જાગૃતિ આવે એવું સરસ મજાનું નાટક ધોરણ આઠના પાયલના ગ્રુપે સુંદર મજાનું રજૂ કરેલું. તેમજ દોસ્તી ઉપર અને “તારે જમી પર” ની થીમ ઉપરથી સરસ મજાના નાટ્યકરણ સાથેના એક્શન ગીત રજૂ કરવામાં આવેલા હતા.
એકંદરે ધોરણ આઠની બાળાઓનો પરફોર્મન્સ જોતા દરેક બાળકો ધોરણ આઠ પછી ધોરણ નવમાં આગળ વધે પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે તે માટે શાળા પરિવાર તરફથી તેઓને ધોરણ આઠ સંપૂર્ણપણે પાસ થયેલનું પ્રમાણપત્ર દરેક દીકરીઓને આપવામાં આવ્યું અને દીકરીઓ તરફથી આ શાળાના પ્રાર્થના રૂમમાં શોભે તેવા નેતાઓના ફોટા સાગની પ્રેમમાં મઢીને ૧૦ ફોટા ગિફ્ટ કરેલા હતા .દરેક દીકરીઓને પેન અને સન્માનપત્રથી સન્માનિત કરવામાં આવેલ હતી એમ આચાર્યા
ભારતીબેન રાઠોડની યાદીમાં જણાવાયું છે
Recent Comments