સાવરકુંડલામાં મહાપ્રભુજીની બેઠકજી ખાતે અખંડ ભુમંડલાચાર્ય જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય પ્રાગટ્ય પીઠના ગૃહાધીપતિની.લી. પૂ.પા. ગૌ.૧૦૮ શ્રી વૃજજીવન લાલજી મહારાજ શ્રી (દાદાજી) તથા પૂ.પા.ગૌ.૧૦૮ સોમયાજી દીક્ષિત અનંત શ્રી વિભૂષિત શ્રી દ્રારકેશલાલજી મહારાજ શ્રી અને પૂ.પા.ગૌ.૧૦૮ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી (પૂ.રાજુબાવા શ્રી) તથા અનુગ્રહરાયજી મહોદયશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી શ્રી મહાપ્રભુજીનો ૫૪૬મો પ્રાગટ્ય ઉત્સવ નિમિતે અલૌકિક ઉત્સવો ધામધૂમથી ઉજવાશે તારીખ ૧૬-૪-૨૦૨૩ ચૈત્ર વદ ૧૧ રવિવારના રોજ સવારે પલના ૯-૩૦ કલાકે સવારે ૧૦ કલાકે નંદ ઉત્સવ પલના,રાજભોગ તિલક આરતી બપોરે ૧૧ કલાકે અને મહાપ્રસાદ સહીતના ધાર્મિક ઉત્સવો ઉજવાશે અને શ્રી મહાપ્રભુજીના ૫૪૬માં પ્રાગટ્ય દિન ઉત્સવને દિવસે આયુર્વેદિક કેમ્પનું પણ આયોજન કરાયું છે જેમાં ડો.ડી .જે.ખાચર, ડો.કે.બી.ગોંડલીયા, ડો.વી.એસ.ગૌસ્વામી, ડો.ડી.આર.ચૌહાણ ડો.અંજુમ શેખ સેવા આપશે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે વિજયભાઈ વસાણી, રાજુભાઇ શીંગાળા, અષ્ટકાંતભાઈ સૂચક,મુકુંદભાઈ ચંદારાણા સહિતની સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહયા છે
સાવરકુંડલામાં મહાપ્રભુજીનો ૫૪૬મો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમથી ઉજવાશે

Recent Comments