સાવરકુંડલામાં મોમાઇપરા વિસ્તારમાં જુના ગાધકડાના રસ્તે વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી સાવરકુંડલા ટાઉન પોલીસ
ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારુની બંદી સદંતર દુર કરવા પ્રોહીબીશન લગત પ્રવૃતી કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફ્ળ રેઇડો કરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય તેમજ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિહ સાહેબનાઓએ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ બી.વોરા સાહેબ સાવરકુંડલા વિભાગનાઓએ દારની બદી સદંતર દુર કરવા પ્રોહીબિશન લગત પ્રવૃતી કરતાં ઇસમો ઉપર વોચ ગોઠ્યો તેમના ઉપર સફળ રેઇડો કરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય
જે અન્વયે સાવર કુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરથી એક એમ સોની સાહેબના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પો.સ.ઇ કે.બી.ગઢવી તથા એ.એસ.આઇ હિંગરાજસિંહ પ્રધ્યુમાનસિંહ તથા પો.કોન્સ. જીતુભાઇ ગોબરભાઇ તથા પો કોન્સ. રમેશભાઇ બીજલભાઇ તથા પો કોન્સ ચિંતનકુમાર કનૈયાલાલ દ્વારા સાવરકુંડલા મોમાઇપરા વિસ્તારમા જુના ગાયકડાના રસ્તે રહેતા ભાવેશભાઇ પ્રેમજીભાઇ માના રહેણાક મકાન પાછળ આવેલ મેરડામાંથી બાતમી વાળી જગ્યાએથી ભારતીય બનાવટના પરપ્રાંતની વિદેશી દારૂની બોટલ MCDOWELLS NO-01 COLLECTION WHISKY FOR SALE IN PUNJAB ONLY લખેલ ૧૮૦ એમ.એલ.ની કંપની રીંગપેક કાયની બોટલો નંગ-૪૦ કિ.રૂ.૪૦૦૦/- તથા ભારતીય બનાવટના પરપ્રાંતની વિદેશી દારૂની બોટલ ALL SEASONS GOLDEN COLLECTION RESERVE WHISKY FOR SALE IN PUNJAB લખેલ ૧૮૦ એમ.એલ.ની કંપની રીંગપેક બીટલ નંગ-૪૬ કી.રૂ.૪૬૦૦/- મળી કુલ કી.રૂ.કી.રૂ.૮,૬૦૦/- નો પ્રોહિ મુદામાલનો જથ્થો પકડી પાડી આરોપી ભાવેશભાઇ પ્રેમજીભાઇ મારૂ રહે. મોમાઇપરા વિસ્તારમા જુના ગાધકડાના રસ્તે જી.અમરેલી વાળા વિરુધ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની સાહેબ તથા પો.સ.ઇ કે.બી.ગઢવી સાહેબ તથા એ.એસ.આઇ એચ.પી.ગોહિલ તથા પો.કોન્સ.જીતુભાઇ ગોબરભાઇ તથા પો.કોન્સ. રમેશભાઇ બીજલભાઇ તથા પો કોન્સ ચિંતનકુમાર કનૈયાલાલ દ્રારા કરવામાં આવેલ છે.
Recent Comments