સાવરકુંડલામાં યોજાઈ રહેલા મહા દિર્ધાયુ યજ્ઞની તડામાર તૈયારીઓ થઈ રહી છે. સમગ્ર દેશ અને ગુજરાતમાં યોજાનાર આ પ્રથમ મહા દિર્ધાયુ યજ્ઞમાં કુલ નવસોથી વધુ લોકો યજ્ઞમાં સામેલ થઈ વૈદિક યજ્ઞમાં આહુતિ આપશે. આ યજ્ઞની વિશેષતા એ છે કે કુલ 151 બ્રાહ્મણો દ્વારા યજ્ઞમાં હવન કરાવવામાં આવશે.
કુલ બે વિશાળ ડોમમાં યોજાનાર આ ત્રીવિધ કાર્યક્રમમાં આદરણિય વડાપ્રધાન મોદી સાહેબના દિર્ઘાયુ માટે હવન અને યજ્ઞ, કેન્દ્રિય કૃષી પ્રધાન પરશોત્તમ રુપાલા અને ઈફ્કો, ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંધાણીની વિશેષ ઉપસ્થીતીમાં યોજાનાર આ કાર્યક્રમમાં સાંસદ નારણ કાછડિયા, ભાજપ પ્રમુખ કૌષિક વેકરિયાના માર્ગદર્શન આપશે, આ ઉપરાંત ભાજપના સેંકડો કાર્યકરો, સુરેશ પાનસુરિયાના અંગત સ્નેહીજનો અને સાવરકુંડલાના શહેરીજનો, ગ્રામ્ય વિસ્તારના નાગરીકો આ યજ્ઞમાં બીડુ હોમી આદરણિય વડાપ્રધાનની લાંબી આયુષ્ય માટે પ્રાર્થના કરશે.
આ ઉપરાંત આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ સાવરકુંડલાના હાથસણી રોડ પર આવેલા આંખની હોસ્પીટલ ખાતે હાલ ભવ્ય ડોમ અને યજ્ઞ કુંડના નિર્માણનુ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. આજે કાર્યક્રમના આયોજક સુરેશ પાનસુરિયા અને વશરામભાઈ સુખડિયાએ સ્થળ પર જઈ જાત નિરક્ષણ કર્યુ હતુ.
Recent Comments