સાવરકુંડલામાં યોજાય છે દિવાળીના દિવસે ઇંગોરીયા યુદ્ધ સાત દાયકાથી યોજાય છે આ યુદ્ધ
સાવર અને કુંડલા ગામ વચ્ચે એક નાવલી નદી આવેલી છે જેથી સાવર અને કુંડલા બને અલગ અલગ થાય છે. જેથી સાત દાયકા જૂની પરંપરા દિવાળીના દિવસે યોજવામાં આવે છે દિવાળીના દિવસે ખાસ પ્રકારના ફટાકડાથી યુદ્ધ ખેલાય છે. ગુજરાતમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ઇંગોરીયા યુદ્ધ ખેલાય છે, જે છેલ્લા ૭૧ વર્ષથી આ યુદ્ધ ચાલ્યું આવે છે વરસો જૂની પરંપરા પ્રમાણે આ યુદ્ધ ખેલાય છે. જેની સંપૂર્ણ તૈયારીઓ યુવાનો દ્વારા કરવામાં આવી રહી છે જેને ઈંગોરીયા ની લડાઈ પણ કહેવામાં આવે છે.
ઇંગોરિયા એટલે એક ઝાડ ઉપર થતું ફળ. તેને ઝાડ ઉપરથી એક માસ પૂર્વે આ ફળને મોટી માત્રામાં લાવવામાં આવે છે અને જેને સૂકવી દેવામાં આવે છે ત્યારબાદ એક પ્રકારના ફટાકડા તરીકે તૈયાર કરવામાં આવે છે. હવે ઇંગોરિયાની જગ્યાએ કોકડાએ સ્થાન લીધુંસાવરકુંડલામાં રહેતા સ્થાનિક લોકો દ્વારા ખૂબ મહેનત કરી અને યુવાઓ દ્વારા કોકડાની તૈયારીઓ કરવામાં આવી છે. આગામી ૨૪ તારીખના રોજ દિવાળીને લઈને આ કોકડા તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છેે.
Recent Comments