fbpx
અમરેલી

સાવરકુંડલામાં રક્ષાબંધન નજીક આવતા રાખડીઓનું ધૂમ વેચાણ રાખડીના ભાવ ગયાવર્ષ પ્રમાણે રહ્યા10 રૂપિયાથી 200 રૂપિયા સુધીની રાખડીઓની બહેનો ખરીદી કરી રહ્યાછે.

રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય જેને લઈ શહેરમાં રાખડીનું ધુમ વેચાંણ જોવા મળી રહ્યુંછે આવર્ષે રાખડીમાં જોઈએ તો અવનવિ વેરાયટી જોવા મળી હતી જેમ કે બાળકો માટે વોટ્સએપ રાખડી, ફેસબુક રાખડી, મ્યૂઝિકલ રાખડી, લાઈટીંગ રાખડી, છોટા ભીમ, લિટલ સિંઘમ વગેરે બાળકો માટે અવનવી કાર્ટૂનો અને રમતોથી સજ્જ રાખડીઓ બજારમાં જોવા મળી હતી તો મોટા યુવાનો અને પુરૂષો માટે રૂદ્રાક્ષ, સુતરની, ધાર્મિક શબ્દો વાળી અને દેવી દેવતાઓના નામ તથા ફોટા વાળી રાખડીઓનું વેચાણ થઈ રહ્યુંછે આવર્ષ રાખડીના માંર્કેટ લમાં રૂપિયા 10થી લઈને રૂપિયા 200 સુધીની રાખડી જોવા મળેછે જેભાવો ગયા વર્ષ પ્રમાણે જ છે ચાલુ વર્ષે રાખડીમાં કોઈ ભાવ વધારો જોવા મળ્યો નથી
હિંદુ ધર્મમાં રક્ષાબંધનના તહેવારનું વિશેષ મહત્વછે આતહેવારને ભાઈ બહેન વચ્ચેના અતૂટ પ્રેમનું પ્રતિક માનવામાં આવેછે રક્ષાબંધન દર વર્ષે શ્રાવણ માસમાં શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવેછે આદિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રક્ષા સૂત્ર બાંધેછે અને તેમના લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરેછે ભાઈઓ પણ જીવનભર તેમની બહેનોનું રક્ષણ કરવાનું વચન આપેછે રાખીએ માત્ર એક રેશમનો દોરો નથી પરંતુ ભાઈનું તેની બહેનને રક્ષણ કરવાનું વચનછે ભાઇના જીવનમાં તેમના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધનનું પર્વછે હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઇના કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઇચ્છેછે

Follow Me:

Related Posts