સાવરકુંડલા શહેરમા હાથસણી રોડ પર આવેલ આસોપાલવ સોસાયટીમાં બિરાજમાન રામેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર માટે દાતાશ્રીઓ તરફથી મંદિરના આ પવિત્ર કાર્ય માટે આર્થિક સહયોગ પ્રાપ્ત થયો.જેમાં મંદિર જીર્ણોદ્ધાર માટે વપરાતી તમામ રેતી જીગ્નેશભાઈ ભરાડ દ્વારા પૂરી પાડવામાં આવશે. સાવરકુંડલા નગરપાલિકાના સદસ્ય શ્રી અશોકભાઈ ખુમાણની પણ રૂપિયા ૫૧૦૦ દાન ભેટ તરીકે જાહેર થયા.. આ ડાયરામાં કોંગ્રેસ અગ્રણીઓ હસુભાઈ સૂચક, વિજયભાઈ ડોડીયા ચંદ્રેશભાઈ રબારી, તુષારભાઈ અધ્વર્યું, અશોકભાઈ ખુમાણ તથા જીગ્નેશભાઈ ભરાડ હાજર હતા.
સાવરકુંડલામાં રામેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર નિમિતે ભવ્ય લોક ડાયરો યોજાયો





















Recent Comments