સાવરકુંડલામાં ગત મોડી રાત્રે એપીએમસીનો હરિઓમ ટ્રેડિંગના વેપારીને બાઇક પરથી પછાડીને બાઈક પર આવેલા બે લૂંટારુઓ અંધારાનો લાભ લઇ રૂપિયા 90 હજારની રોકડ ભરેલો થેલાની લુંટ કરી નાસી હતા હાહાકાર સર્જાયો હતો.
અમરેલી જીલ્લામાં અસામાજિક તત્વોને પોલીસનો સહેજ પણ ડર ન હોય તેમ લુંટારાઓ ઘટનાને અંજામ આપી રહ્યા છે. આવો જ એક બનાવ સાવરકુંડલામાં બન્યો છે. સાવરકુંડલામાં ગત મોડી રાત્રે એપીએમસી અને pgvcl ટાઉન કચેરી નજીક, એપીએમસીનો હરિઓમ ટ્રેડિંગના વેપારીને બાઇક પરથી પછાડીને બાઈક પર આવેલા બે લૂંટારુઓ અંધારાનો લાભ લઇ રૂપિયા 90 હજારની રોકડ ભરેલો થેલાની લુંટ કરી નાસી જતા હાહાકાર સર્જાયો હતો. આખા દિવસની આવક થેલામાં ભરી વેપારી ધંધો વધાવી બાઈક પર ઘરે જતો હતો
ત્યારે અચાનક બાઈક પર આવેલા બે લુંટારાઓએ વેપારીને બાઈક પરથી પછાડી વેપારી કઈ સમજે તે પહેલા જ રૂપિયા 90 હજાર ની રોકડ ભરેલો થેલાને આંચકી લુંટ કરી નાસી ગયા હતા. એપીએમસી અને pgvcl ટાઉન કચેરી નજીકના લાઈટ ના હોવાથી લુંટારાઓએ અંધારાનો લાભ લઇ લુંટનો અંજામ આપ્યો હતો. લુંટના બનાવની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ગઈ હતી. અને ઘટના સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ તપાસી લુંટારાઓને દબોચી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.


















Recent Comments