સાવરકુંડલા નગરપાલિકા પાણી પુરવઠા વિભાગના રોજમદાર કર્મચારીઓ આજે પોતાની ન્યાયિક માંગણીઓ સંદર્ભે હડતાળ પર ઉતર્યા. આજે સમગ્ર શહેરમાં પાણી પુરવઠા વિતરણ વ્યવસ્થા ખોરવાઈ. પોતાની ન્યાયિક માંગણીઓ સંદર્ભે આજે સાવરકુંડલા નગરપાલિકાના રોજમદાર કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા. સાવરકુંડલા નગરપાલિકા રોજમદાર કર્મચારી મંડળના પ્રમુખ શ્રી સુરેશભાઈ મહેતાએ જણાવ્યું કે નગરપાલિકામાં ખાલી પડતી સેટ અપની જગ્યાએ રોજમદારની નિમણૂંક થાય. જે રોજમદાર કાયમી કર્મચારી તરીકે હાઈકોર્ટના આદેશ મુજબ જે રોજમદાર કર્મચારીઓને કાયમી જગ્યાએ સમાવવા થયેલાં આદેશનો પણ અમલ નથી થયો. છેલ્લા વીશ વર્ષથી રોજમદાર કર્મચારીઓ રોજમદાર જ છે. ગુજરાતની સંવેદનશીલ સરકારે આ સંદર્ભે કોઈ પોઝીટીવ એક્શન લઈ આવા કર્મચારીઓને કાયમી કરવા જોઈએ.
રોજમદાર કર્મચારીઓને સાતમા પગાર પંચ મુજબના લઘુત્તમ વેતનના લાભો મળવા જોઈએ. તેમજ કાયમી કર્મચારીઓને પણ સાતમા વેતન પંચનો લાભ મળે તો આ તમામ કર્મચારીઓ પોતાનો જીવનનિર્વાહ ખૂબ સંતોષપૂર્વક કરી શકે. એક તો દિવાળીના તહેવારો નજીક આવી ગયા છે. લોકોને પણ આ આવશ્યક સેવાઓ બંધ થાય તો ખરેખર ખૂબ મુશ્કેલી પડે. હા, તોકતે વાવાઝોડામાં પણ લોકોએ ઘણી હાલાકી ભોગવી છે. ઓછામાં પૂરૂં કોરોના કાળ અને વાવાઝોડાની કળ હજુ તો માંડ વળી હશે તેવી પરિસ્થિતિમાં શહેરની આવશ્યક લાઈટ સફાઈ પાણી જેવી અત્યંત આવશ્યક સેવાઓ ખોરવાઇ એટલે દિવાળી તો બગડી જ જાય.
આવું ન થાય તે માટે સરકાર શ્રી એ આ કર્મચારીઓની વિવિધ વ્યાજબી માંગણીઓ અંગે હકારાત્મક અભિગમ દાખવી તેના પ્રશ્ર્નોનું નિરાકરણ કરવું જોઈએ. નગરપાલિકાના કર્મચારીઓ હડતાળ પર ઉતરતાં આજરોજ સાવરકુંડલા શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હસુભાઈ સૂચક સાવરકુંડલા શહેર પ્રમુખ કનુભાઈ ડોડીયા તથા સાવરકુંડલા કોંગ્રેસના આગેવાનો આ કર્મચારીઓની છાવણીની મુલાકાત લીધી અને તેના વ્યાજબી પ્રશ્ર્નોના નિરાકરણ માટે સરકારશ્રી દ્વારા યુધ્ધના ધોરણે ઉકેલ લાવવા માટે સરકારશ્રીને જાહેર અપીલ પણ કરી હતી.
Recent Comments