સાવરકુંડલા તાલુકાના મોલડી ગામમાં લગ્ન પ્રસંગમાં વરરાજા સાથે ગામમાં ફુલેકુ નીકળ્યું હતુ આ વચ્ચે ઉત્સાહમાં આવી ફાયરિંગ કરતા વીડિયો વાયરલ થયો અહીં ફાયરિંગ કરી સમાજમાં ભય ફેલાવવાના ઇરાદે ફાયરિંગ કર્યાની પોલીસ ફરિયાદ સાવરકુંડલા રુલર પોલીસ સ્ટેશનમાં નોંધાય છે અમરેલી સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચ એસ.ઓ.જી પોલીસ દ્વારા તપાસ કરી ૨ શખ્સની ધરપકડ કરવામાં આવી છે જેમાં શૈલેષ ગોરધનભાઈ સાવલિયા,ગોરધન ભોજાભાઈ સાવલીયા બંનેની ધરપકડ કરી સાવરકુંડલા રુલર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.
લાયસન્સ વાળા હથિયાર ધારક ગોરધનભાઈ સાવલિયા નું હથિયાર હતું આ હથિયાર માંથી શૈલેષ સાવલિયાએ ફાયરિંગ કરતા વીડિયો વાયરલ થયો હતો બાર બોર ડબલ બેરલ વાળુ હથિયાર પણ કબજે કર્યું છે ૧૫,૦૦૦ નો મુદામાલ કબજે કર્યો છે આવતા દિવસોમાં હથિયાર લાયસન્સ રદ કરવા માટે પોલીસ પણ કલેક્ટરને રિપોટ કરશે ત્યારબાદ હથિયાર લાઇસન્સ પણ રદ કરવામાં આવશે. અમરેલી જિલ્લામા લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરતો વીડિયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયો છે.
Recent Comments