સાવરકુંડલામાં લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે ૬ એ.સી.રૂમ નું લોકાર્પણ અને રઘુવંશી સમાજના તેજસ્વી તરલાઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો
આ પ્રસંગે જ્ઞાતિ ઉત્કર્ષ માટે સેવા કરતાં અનેક રઘુવંશી સમાજના અગ્રણીઓનું પણ મોમેન્ટો અર્પણ કરીને જાહેર સન્માન કરવામાં આવ્યું ..જ્ઞાતિ સંગઠન માટે સૌને સાથે રાખીને એક નવી દ્રષ્ટિ અને દિશાનો એક નવો અધ્યાય આ સંસ્થાના પ્રમુખ શ્રી અષ્ટકાંતભાઈ સૂચકના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ હવે એક નવી રૂપરેખા સાથે મંગલાચરણ. ગતરોજ અહીં સાવરકુંડલાનાં મહુવા રોડ પર આવેલ શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે વર્તમાન બિલ્ડીંગમાં સમયની માંગને ધ્યાનમાં રાખીને જરૂરી સુધારા વધારા અને રીનોવેશન કરીને કુલ ૬ રૂમોનું એરકંડીશન રૂમમાં રૂપાંતર કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ શ્રી ચંદ્રેશભાઈ એન. રવાણી,(જ્ઞાતિ શ્રેષ્ઠી શ્રી) અને (ચાર્ટડ એકાઉન્ટન્ટ )શ્રી એ.ડી.રૂપારેલના વરદ હસ્તે કરી દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખૂલ્લો મુકાયો. ત્યારબાદ બાદ અમરેલી, ચલાલા, ભાવનગર તેમજ વિવિધ શહેરોમાંથી પધારેલ રઘુવંશી સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં રઘુવંશી સમાજના વિદ્યાર્થી ભાઈ-બહેનો પૈકીના તેજસ્વી તારલાઓને સન્માનવા માટે ભવ્ય સરસ્વતી સમારોહ કાર્યક્રમ યોજાયો.
આમ તો આ સંન્માન સમારોહનો મુખ્ય ઉદ્દેશ તો રઘુવંશી સમાજના બાળકોની પ્રગતિ અને કારકિર્દીને વેગ મળે અને સમાજના સરસ્વતી સાધકોનું ઉજ્જ્વળ ભવિષ્ય નિર્માણ થાય એ અર્થે તેમને પ્રોત્સાહન અને ઉત્સાહ વધુ પ્રદિપ્ત થાય અને વધુને વધુ સિધ્ધિ મેળવે તેવી ભાવનાથી બાળકોને પ્રોત્સાહિત કરવાનો હોય
આ સમારોહ રઘુવંશી સમાજના સરસ્વતી સાધકો માટે એક દિવાદાંડી સમાન ગણી શકાય.
લોહાણા વિદ્યાર્થી ભવનના વિશાળ પટાંગણમાં રઘુવંશી સમાજના ભાઈઓ બહેનોથી ખીચોખીચ ભરેલ આ કાર્યક્રમને રઘુવંશી સમાજની શૈક્ષણિક ઉત્થાન માટેની એક નવી દિશા દ્રષ્ટિ સમાન ગણાવી શકાય.
આ પ્રસંગે યોજાયેલ આ સન્માન સમારોહમાં અમરેલીથી ખાસ પધારેલ એ. ડી. રૂપારેલ સાહેબે શિક્ષણના પ્રકલ્પો માટે નવો આયામના આ અભિયાનને બિરદાવેલ. આ તકે તેમણે આ સંસ્થાના શૈક્ષણિક અભિગમ સાથે સાથે સામાજિક પ્રસંગોમાં ઉપયોગમાં આવે એ બાબતને પણ આવકારી હતી. અને નવી ટીમ સાથે નવા આધુનિક વિચારો સાથે સંસ્થાના પુનર્જન્મ સમાન ગણાવી હતી. શિથિલ સ્થિતિને ગતિમાન કરીને અને રઘુવંશી સમાજના શૈક્ષણિક ઉત્કર્ષ માટે આ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી કિતિઁભાઇ રૂપારેલ પ્રમુખ શ્રી અષ્ટકાંતભાઈ સૂચકની કાર્યશૈલીને બિરદાવી હતી. લોહાણા વિદ્યાર્થી ભવન અવાવરું ન બને અને શૈક્ષણિક દ્રષ્ટિ સાથે જ્ઞાતિનું એક નવું નજરાણું બને તે સંદર્ભે આ સંસ્થાના તમામ પદાધિકારીઓનાં ઉમંગ અને ઉત્સાહને પણ બિરદાવેલ.
ખાસકરીને જ્યારે લોહાણા વિદ્યાર્થી ભવનો હાલ શિથિલ સ્થિતિમાં હોય તેવા કપરા સંજોગોમાં આ નવી ઉત્સાહી ટીમ માટે પડકારરૂપ કાર્યને સફળ બનાવવા શુભેચ્છા પણ પાઠવી હતી. ત્યારબાદ બાદ સાવરકુંડલાના જ્ઞાતિ શિરમોર શ્રી ચંદ્રેશભાઈ રવાણીએ પણ તેમના પ્રસંગોચિત માર્મિક ઉદ્બોધનમાં જ્ઞાતિ નેતૃત્વ પૂરી તાકાતથી સંગઠિત રહીને જ્ઞાતિ ઉત્કર્ષ અને વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે એવી શુભેચ્છા સહ આ તકે એમના પિતાશ્રી સ્વ નવીનચંદ્ર રવાણીના પગલે પોતે પણ જ્ઞાતિની પ્રગતિ માટે સતત પ્રયત્નશીલ રહેશે એવો જાહેરમાં કોલ આપેલ. આ તકે વીરદાદાજસરાજ સેના અને વીરબાઈ મા ટિફિન સેવાની પણ નોંધ લઈને લોહાણા સમાજની સેવા માટે તત્પર કોઈ પણ રઘુવંશી સંગઠનને સહુએ સાથે મળીને પૂરી શકિત સાથે સહકાર આપવો એવી શીખ પણ આપી હતી. આ વાતને પોઝીટીવ સેન્સ સાથે પૂરી સહ્રદયતા સાથે અને નિષ્ઠાથી સહયોગ આપવો એવી વાત તેમણે ઉચ્ચારી હતી . સાથે સાથે લોહાણા પરિવારના તમામ સંતાનોને એકાઉન્ટ સાથે કમ્પ્યુટરનું શિક્ષણ આપવું જોઈએ એવી માર્મિક ટકોર પણ કરી હતી. માત્ર કાગળ ઉપર મેળવેલ ગુણ જ નહીં પરંતુ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓની ઓળખ કરીને તે દિશામાં યોગ્ય માર્ગદર્શન આપવુ જોઈએ તેવી સાંપ્રત સમયને અનુલક્ષીને તમામ વાલીવર્ગને એક પ્રેરક સંદેશ આપ્યો હતો. આ તકે ચલાલાથી પધારેલ રઘુવંશી અગ્રણી પ્રકાશભાઈ કારીયાએ પણ જ્ઞાતિ હિત માટે કોઈ પણ પ્રકારના સહયોગ માટે તત્પરતા દર્શાવી હતી. આ તકે આ વિદ્યાર્થી ભવનને ખૂબ જ કાળજી અને જીવની જેમ જતન કરનારા ચત્રભૂજ બાપા, કિકાબાપા, નવનીતભાઈ ગઢીયા પરિવારે કરેલ જતનની નોંધ પણ લેવાઈ હતી
આ સંન્માન સમારોહમાં સાવરકુંડલા શહેરના રઘુવંશી પત્રકાર શ્રી બિપીનભાઈ પાંધી, દીપકભાઈ પાંધી તથા યોગેશ ઉનડકટનું પણ મોમેન્ટો અર્પણ કરી આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી કિર્તીભાઈ રૂપારેલે જાહેર સંન્માન કરેલ.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવનગરથી પધારેલ મહેન્દ્રભાઈ ઠક્કરે (ભૂપતાણી) કરેલ. તેમજ સંન્માનિત સરસ્વતી સાધકોના કાર્યક્રમમાં ઉદ્ઘોષક તરીકે જતીનભાઈ બનજારા અને જીજ્ઞાબેન ઠકરાર દ્વારા કરવામાં આવેલ
આ તકે નરેન્દ્રભાઈ વણજારાની જ્ઞાતિ માટેની નિસ્વાર્થ સમર્પિત સેવાની નોંધ પણ જાહેરમાં લેવામાં આવેલ.
અને મંચ પર ઉપસ્થિત લોહાણા સમાજના અગ્રણીઓ અને વડીલો સહિત સહુએ આશીર્વાદ પાઠવ્યા હતા સમારોહની આભાર વિધિ અષ્ટકાંતભાઈ સૂચક દ્વારા કરવામાં આવેલ અને તેજસ્વી વિદ્યાર્થીનો સન્માન સમારોહ બાદ રઘુવંશી સમાજે સાથે ભોજનનો લ્હાવો લીધો હતો સમગ્ર આયોજનને સફળ બનવવા માટે શ્રી કીર્તિભાઈ જી. રૂપારેલ(મેનેજિંગ ટ્રસ્ટી શ્રી),શ્રી અષ્ટકાંત એસ.સૂચક(પ્રમુખશ્રી),શ્રી કૃષ્ણકાંત એલ.ઠકરાર(મંત્રી શ્રી),શ્રી હસમુખરાય જે.વડેરા (ટ્રસ્ટી શ્રી),શ્રી અરવિંદ એન.ખીમાંણી,(ટ્રસ્ટી ખજાનચી),શ્રી ડો.જીતેન્દ્ર બી.વડેરા સાહેબ(ટ્રસ્ટી શ્રી),શ્રી મહેન્દ્રભાઈ એચ.ભુપતાણી
(ટ્રસ્ટી શ્રી),શ્રી નવનીત રાય વી.ગઢિયા(ઉપપ્રમુખ શ્રી),શ્રી રમણિકલાલ એમ.માનસેતા(કારોબારી સભ્ય શ્રી),શ્રી અનંતરાય જે.ગઢિયા(કારોબારી સભ્ય શ્રી),શ્રી નવનીતરાય જે.ગઢિયા(કારોબારી સભ્ય શ્રી),શ્રી નરેન્દ્રભાઇ આર. વણજારા(કારોબારી સભ્ય શ્રી),શ્રી ધર્મેન્દ્ર કુમાર બી. રૂપારેલ(કારોબારી સભ્ય શ્રી),શ્રી અમરીશકુમાર એમ.સચદેવ(કારોબારી સભ્ય શ્રી),શ્રી સરૈયા જસવંતરાય માધવજી(કારોબારી સભ્ય શ્રી)સહિતે ભારે જહેમત ઉઠાવી હતી
Recent Comments