NSUI Fight For Students Right..સાવરકુંડલા શહેરમાં આજરોજ એનએસયુઆઈ દ્વારા અમરેલી તરફ જવા માટે વહેલી સવારે અમરેલી જતાં વિદ્યાર્થિનીઓ માટે સમયસર પોતાના શૈક્ષણિક સ્થળોએ પહોંચી શકે તેવી વ્યવસ્થા કરવા સાવરકુંડલા એસ.ટી. ડેપો મેનેજરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી. જો આ પ્રશ્ર્નનું નિવારણ દિવસ સાતમાં નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા ચક્કાજામની ચીમકી ઉચ્ચારવામાં આવી.
સાવરકુંડલાથી અમરેલી અભ્યાસ કરતી વિદ્યાર્થિની બહેનોને બસ દરરોજને માટે મોડી મળતી હોય તેમજ દરેક વિધાર્થિનીઓ પાસે પાસ હોવા છતાં બસ મળે છે તેમાં પણ એક્સપ્રેસ બસના નામે ટિકિટ લેવામાં આવતી હોય. વિદ્યાર્થિની બહેનો દ્વારા આ મુદ્દે વારંવાર રજૂઆત કરવા છતાં તેમનો પ્રશ્ન હલ થયેલ ના હોય.
એનએસયુઆઈ દ્વારા વહેલી સવારે પાંચ કલાકે સાવરકુંડલા ડેપો મેનેજરને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી કે તાત્કાલિક ધોરણે નવી બસ ફાળવવામાં આવે.
Recent Comments