સાવરકુંડલામાં વહેલી સવારે વાઝીંત્રો સાથે પ્રભાતફેરી નીકળી રહીછે.
સાવરકુંડલા શહેરના કુંડલા વિભાગના વિવિધ વિસ્તારો અને સોસાયટીઓમાં દરરોજ વહેલી સવારે પ્રભાતફેરી નીકળી રહીં છે સમગ્ર દેશમાં અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ પુનઃ પ્રાણપ્રતિષ્ઠાની ધામધૂમથી ઉજવણી કરી સમગ્ર દેશ રામમય બની ગયો હતો અયોધ્યાથી આવેલ અક્ષત કળશની પધરામણી, અક્ષત પોટલી એવાં અનેક કાર્યક્રમોની ઉજવણી બાદ સાવરકુંડલા ખાતે અનેક કાર્યક્રમોમાંનો એક એટલે પ્રભાત ફેરી દેશના ખૂણે ખૂણે પ્રભાત ફેરીના આયોજનો થયાં હતાં. સાવરકુંડલામાં પણ અનેક વિસ્તારોમાં પ્રભાત ફેરી નીકળી રહી છે અને એમાં યે ભાવના સોસાયટી, સંત કબીર સોસાયટી અને ફ્રેન્ડ સોસાયટી ના રહીશો દ્વારા વાજિંત્રો સાથે રામોત્સવ દરમિયાન પ્રભાત ફેરીનું આયોજન કર્યુ હતુ.
અને એ રામોત્સવની ફલશ્રુતિરૂપે આજે પણ પ્રભાત ફેરી નીકળે છે આપણી પ્રાચીન પરંપરાની જાળવણી રૂપે દર શનિવારે સવારે છ થી પોણા સાત હનુમાન ચાલીસા અને રામધૂન બોલતાં બોલતાં ભાઈઓ બહેનો પ્રભાત ફેરીમાં આનંદ ઉલ્લાસથી ભાગ લે છે આમ,સમગ્ર સાવરકુંડલા માટે આ એક નોંધનીય, અનુકરણીય, પ્રશંસનીય અને ગૌરવ લેવા જેવી બાબત છે આ પ્રભાત ફેરીમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો જોડાઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ધાર્મિક વાતાવરણ ઉભું કરી રહીશોને ભક્તિમય બનાવી રહ્યા છે એમ અમીતગીરી ગોસ્વામીની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
Recent Comments