સાવરકુંડલામાં વીજ કચેરીનો ઘેરાવ કરતા પ્રતાપ દૂધાતની અટકાયત
અમરેલીમાં સાવરકુંડલાના વીજપડી ગામે ધરણા શરૂ કરનારા ધારાસભ્ય પ્રતાપ દૂધાતની અટકાયત થઈ છે. ખેતીવાડી માટે વીજળી મુદ્દે ઁય્ફઝ્રન્ કચેરી ખાતે પ્રતાપ દૂધાતે ધરણા શરૂ કર્યા હતાં. ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો પણ તેમની સાથે જાેડાયા હતાં અને ઁય્ફઝ્રન્ ની કચેરીનો ઘેરાવ કર્યો હતો. જાે કે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા ધરણાં સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. એ જ સમયે ઁય્ફઝ્રન્ ના અધિકારીઓ સાથે ધારાસભ્ય પ્રતાપ દૂધાતે વાતચીત કરીને રોષ ઠાલવ્યો હતો. ત્યારે પોલીસે ધારાસભ્ય પ્રતાપ દૂધાતની અટકાયત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, તાઉ-તે વાવાઝોડાના કારણે અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં હજુ પણ લાઇટ નથી આવી. એવામાં સાવરકુંડલાના વીજપડી ગામમાં લાઇટની સમસ્યાને લઇને સ્ન્છ પ્રતાપ દૂધાત દ્વારા ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યા હતાં. વીજપડીની ઁય્ફઝ્રન્ ની કચેરી સામે જ ધારાસભ્યએ ધરણાં શરૂ કર્યા હતાં. જાે કે, એ જ સમયે પોલીસનો કાફલો પણ ત્યાં ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને ધારાસભ્ય પ્રતાપ દૂધાતની અટકાયત કરવામાં આવી હતી. જાે કે, ધારાસભ્યની અટકાયતના પગલે ખેડૂતો અને રહિશોમાં ઉગ્ર રોષ જાેવા મળ્યો હતો.
પોલીસ દ્વારા ધારાસભ્ય પ્રતાપ દૂધાતની અટકાયત કરવામાં આવતા ખેડૂતો અને કોંગ્રેસ સમર્થકો ઉગ્ર રોષે ભરાયા હતાં. સમર્થકો અને ખેડૂતોએ અટકાયતના વિરોધમાં પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કર્યા હતાં.
Recent Comments