સાવરકુંડલામાં વેકેશન ખુલતા શાળાના બાળકોને પુષ્પગુચ્છ અને કંકુનો ચાંદલો કરી શાળામાં પ્રવેશ આપ્યો.
સાવરકુંડલા તાલુકા ઉપરાંત સમગ્ર ગુજરાતમાં પાંચ જૂનથી ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ ફરી નવા વર્ષનો અભ્યાસક્રમ શરૂ કરવા વિદ્યાર્થીઓએ શ્રીગણેશ કરી શાળાઓમાં શિક્ષણ પ્રારંભ કર્યો હતો. નવા વિદ્યાર્થીઓને મંગળ પ્રવેશ અને જૂના વિધાર્થીઓને વર્ગ બઢતી દ્વારા નવા ધોરણમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો અને શાળાઓના વર્ગો ફરી વિધાર્થી ઓની કીલકારીઓથી ગુંજી ઉઠયા. શાળાઓમાં મંગળ પ્રવેશ સમયે સાવરકુંડલા જેસર રોડ પર આવેલ પ્રિયાશી પ્લે હાઉસ એન્ડ નર્સરી તથા પ્રાથમિક શાળાના ટ્રસ્ટી રાજેશભાઈ તથા પ્રિન્સિપાલ કોમલબેન અને શિક્ષકો અને શાળા પરિવાર દ્વારા બાળકોને કંકુનો ચાંદલો અને પુષ્પ ગુચ્છ આપી શાળામાં આવકાર્યો હતા.
જ્યારે રાજ્ય સરકાર દ્વારા બાળક શાળા જઈ અભ્યાસમાં ધ્યાન આપી શકે તેમાટે હસતા રમતા ભણીએ ભાવિ આપણું ઘડીએ, ચલો સ્કૂલ ચલે હમ વગેરે વિવિધ સૂત્રો આપી બાળકો ઉત્સાહ આપવાનો પ્રયાસ કર્યો હતો.
હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ રજાના મૂડ માં હોય તેમ આજે પ્રથમ દિવસે શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી.
Recent Comments