સાવરકુંડલામાં વોર્ડ નંબર ત્રણમાં આગ લાગતાં નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવ્યો.
સાવરકુંડલા નગરપાલિકાના શ્રમજીવીનગર વિસ્તાર પાછળ આવેલા ખેતરમાં ભીષણ ગતરોજ રાત્રે આગ લાગી હતી. આગ લાગેલી જોતાં દીપકભાઈ અને નાકરાણીભાઈ દ્વારા જાગૃત કાઉન્સિલર કમલેશભાઈ રાનેરાને ફોન કરતા કમલેશભાઈ દ્વારા સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી અને ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણીને જાણ કરવામાં આવી.તેઓ દ્વારા તાત્કાલિક ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગણતરીની મિનિટોમાં આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણી અને કમલેશભાઈ રાનેરા પણ ઝડપથી પહોંચી ગયા હતા.ફાયર ટીમના સુપરવાઈઝર જયરાજભાઈ ખુમાણ અને તેમની ટીમે ગણતરીની મિનિટોમાં આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. નુકસાનીની વિગતો જાણવા મળી નથી.
Recent Comments