સાવરકુંડલામાં શહેર ભાજપ અનુજાતિ મોરચા દ્વારા પૂ. રોહીદાસ સાહેબની ૬૪૭ મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી.
આજરોજ સંત શિરોમણી અને સમાજ માર્ગદર્શક, પ્રેમ અને માનવતાનો શાશ્વત સંદેશ ફેલાવનાર, સમાજ સુધારક એવા પૂજ્ય રોહીદાસ સાહેબની ૬૪૭મી જન્મ જયંતી સાવરકુંડલા શહેર ભાજપ અનુજાતિ મોરચા દ્વારા ઉજવણીનો કાર્યક્રમ હાથસણી રોડ, વીર મેઘમાયાનગર, રામદેવપીર મંદિર, વિશ્રામબાપુની જગ્યામાં પૂજ્ય મહંતશ્રી અરવિંદબાપુના સાનિધ્યમાં અમરેલી જિલ્લા અનુજાતી મોરચાના પ્રમુખ કેશુભાઈ વાઘેલાના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં સાવરકુંડલા શહેર ભાજપ અનુજાતિ મોરચાના મહામંત્રી અને સામાજિક કાર્યકર લલીતભાઈ મારૂ સાવરકુંડલા નગરપાલિકા દબાણ હટાવો સમિતિના ચેરમેન શકેશુભાઈ બગડા કારોબારી સભ્યશ્રી માલજીભાઈ સરવૈયા, રાજાભાઈ વાળા, ભીખાભાઈ રાઠોડ, રઘુરામભાઈ મકવાણા, બાલાભાઈ જાદવ, નિખિલભાઇ વેગડા, યોગેશભાઈ વેગડા, બચુભાઈ વાળા વગેરે હોદ્દેદારો, કાર્યકરો અને સામાજિક આગેવાનોને ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments