fbpx
અમરેલી

સાવરકુંડલામાં શ્રી ગુજૅર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ પ્રેરિત શ્રી શ્યામ સેનાની નવી ટીમની વિધિવત જાહેરાત કરાઈ.  

સાવરકુંડલામાં શ્રી ગુજૅર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ પ્રેરિત શ્રી શ્યામ સેના છેલ્લા ઘણા વર્ષો થી કાર્યરત છે જેની નવી ટીમની વિધિવત જાહેરાત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના ટ્રસ્ટી શ્રી તેમજ પ્રમુખ શ્રી તથા સમાજના આગેવાનો અને કાર્યકરો તથા શ્રી શ્યામ સેનાના તમામ કાયૅકર્તા  ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નવી ટીમની જાહેરાત પ્રમુખ શ્રી ગોવિંદભાઈ પરમાર દ્રારા કરવામાં આવી. જે સબબ શ્રી શ્યામ સેના નવી ટીમમાં ( પ્રમુખ ) તરીકે સુરેશભાઈ ભરતભાઈ પરમાર ( ઉપપ્રમુખ ) ભાવેશભાઇ મધુભાઈ મોરી અને  હિતેષ ભાઈ પ્રભુદાસ રાઠોડ અને આકાશભાઈ અનિલભાઈ ટાંક જ્યારે
( મંત્રી ) કેવલભાઈ રમેશભાઈ સોડિગળા ,
( સહમંત્રી ) સંજયભાઈ કિશોરભાઈ મારૂ ( ખજાનચી )   યોગીનભાઈ ગણપતભાઈ પરમાર સાથે ૨૧ જણાની નવી કમીટી ની રચના કરવામાં આવી અને સમાજના લોકો દ્વારા તમામ લોકો ને ખુબ ખુબ શુભેચ્છા તેમજ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે જ્ઞાતિ  પ્રમુખ ગોવિંદભાઇ પરમાર અને ડૉ. લડવા સાહેબ દ્વારા પ્રસંગ ઉદબોધિત ભાસણ આપતા જણાવ્યું હતું કે ઉપરોક્ત શ્યામ સેના દ્વારા આવનાર દિવસોમાં નવા જોશ અને ઉત્સાહ સાથે નવરાત્રી અને બીજા અનેક સમજલક્ષી કર્યો થશે તેમાં વધુ ને વધુ યુવાનોને જોડાવા અને અને તે માટે જરૂરી તમામ આર્થિક અને સામાજિક પીઠબળ આપવાની બાંહેધરી સાથે દરેક યુવાનને એક જૂઠ થવાનુ આહ્વાન કરવામાં આવ્યું હતું . આ પ્રસંગને સાર્થક કરવા સમગ્ર જ્ઞાતિના આગેવાનો અને શ્યામ સેના દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Follow Me:

Related Posts