સાવરકુંડલા જેસરરોડ ખાતે આવેલ શ્રી દ્વારકાધીશજીની હવેલી ખાતે. પરસોત્તમ માસ દરમિયાન વિવિધ પ્રકારના અને અલૌકિક દર્શનનું આયોજન કરવામાં આવે છે જેમાં આજે નવ પ્રકારના કઠોળ ખંડ પુરીને એમાંથી શ્રી વિષ્ણુ ભગવાનનું સ્થાપન કરી અને સૌ વૈષ્ણવોએ તુલસીજી સમર્પિત વિષ્ણુભગવાનને ચડાવ્યા અને ફૂલ ગુલાબના હિંડોળા દર્શન યોજાયા અને સાંજે પ્રભુના વિવાહ ખેલ ઉત્સવનું ધામ ધૂમ પૂર્વક આયોજન કરવામાં આવ્યું એમાં શ્રી વિષ્ણુનારાયણ અને લક્ષ્મીનારાયણ દેવતાનું પૂજન અર્ચન સેવા અને શુભવિવાહનું ઉત્સાહપૂર્વક આયોજન કરાયું હતું આ કાર્ય માં સૌ વૈષ્ણવનો પૂરો સહકાર મળ્યો અને ઉત્સાહભેર પરસોતમ માસ દરમિયાન વિવિધ ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા અને આ શુભ કાર્યમાં મનોરથના અલૌકિક આયોજનમાં મુંબઇ નિવાસી સેલાણી ચંદ્રિકાબેન મહેશભાઈ તરફથી ઉત્સવ ઉજવવા માં આવ્યો હતો તેમ હવેલીના મુખ્યાજી ઘનશ્યામભાઈ મહેતાએ જણાવ્યું હતું
સાવરકુંડલામાં શ્રી દ્વારકાધીશજીની હવેલી ખાતે પ્રભુના વિવાહ ખેલનું ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું

Recent Comments