fbpx
અમરેલી

સાવરકુંડલામાં સર્વજ્ઞાતિ ૩૧સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્ય આયોજન

બાબા રામદેવ યુવક મંડળ દ્વારા  સર્વજ્ઞાતિ ૩૧ સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં ગરીબ પરિવારોની દીકરીઓના લગ્ન ધામધૂમ પૂર્વક કરવામાં આવ્યા હતા. આ ઉત્સવનો મુખ્ય હેતુ ગરીબ પરિવારોની દીકરીઓના લગ્નનો ખર્ચ ઘટાડવા અને તેમને સમાજ ના મુખ્ય પ્રવાહમાં જોડવાનો હતો. તમામ દીકરીઓ ને ૫૦થી વધારે ઘર વપરાશની વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી. આ લગ્ન ઉત્સવ માં યુવા ભાગવત આચાર્ય વિજય દાદા જાની દ્વારા તમામ લગ્ન વિધિ કરાવવામાં આવી હતી.

ઉત્સવમાં યુવાનોને વ્યસન મુક્ત અને શિક્ષિત બને સર્વ સમાજ એક થઈ સમાજના ઉત્થાન માટે પ્રયાસો કરે કરતા રહે તેમ બાબા રામદેવ યુવક મંડળના પ્રમુખ રમેશભાઈ ખંઢેલા ઉપપ્રમુખ રમેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું. આ ઉત્સવમાં દીપ પ્રાગટ્ય મહામંડલેશ્વર મસ્તરામ બાપુ તેમજ અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા અને અન્ય સંતો રાજકીય આગેવાનો અને આમંત્રિત મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનો સંતો તેમજ રાજકીય આગેવાનો અને આમંત્રિત મહેમાનો તેમજ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમૂહ લગ્નમાં જોડાયેલા દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. આ લગ્નોત્સવ ના તમામ ભોજન ના દાતા મસાપીર નાના ઝીંઝુડા દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને ૫૪૦ જેટલા સ્વયંસેવકો દ્વારા સમગ્ર કાર્યક્રમને ખૂબ મહેનતથી સફળ બનાવ્યો હતો તેમ આશ્રમના મહંત પ્રેમપુરી બાપુએ ની યાદીમાં જણાવ્યું હતું..

Follow Me:

Related Posts