સાવરકુંડલા શહેરમાં સી.એન.જી. પંપ કાર્યરત ન હોવાને લીધે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહેલ છે. સ્થાનિક લોકોને ગેસ ફીલીંગ માટે અમરેલી અથવા તો શેલણા ગામ સુધી ના છૂટકે જવું પડે છે. પેટ્રોલ-ડીઝલની તુલનાએ સી.એન.જી. માં પ્રદુષણ ઓછું થતું હોય લોકો મોટા ભાગે સી.એન.જી. વાળુ વાહન પસંદ કરતા હોય છે.
તેમજ પેટ્રોલ-ડીઝલની સરખામણીએ સી.એન.જી. નો ભાવ પણ લોકોને પરવડે તેવો હોય લોકો તેની પસંદગી કરતા હોય છે.સાવરકુંડલા શહેરમાં એક પણ સી.એન.જી. પંપ ન હોવાના લીધે અહીથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. સ્કૂલના વાહનથી લઇને ટ્રાવેલ્સના ધંધાર્થીઓને ડીઝલનો ફેરો મોંઘો પડી રહેલ છે. જેથી સી.એન.જી. પંપ બનાવવામાં આવે તો ટ્રાવેલ્સના ધંધાર્થીઓ તેમજ પ્રાઇવેટ વાહન ધારકોને પણ ફાયદો થઇ શકે છે.આમ વાહન ચાલકોની મુશ્કેલીઓને અનુલક્ષીને સાવરકુંડલા શહેરમાં સી.એન.જી. પંપ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામેલ છે.


















Recent Comments