fbpx
અમરેલી

સાવરકુંડલામાં સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં અધિક અને શ્રાવણમાસ દરમિયાન ચાલી રહેલ શિવમહાપુરાણ

સદગુરૂ સ્વામીના સ્વમુખે શિવમહાપુરાણ શ્રવણ કરવા ઉમટી રહેલા શ્રોતાજનો. પરમ પૂજનીય સંત શિરોમણિ પૂજ્યપાદ સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનાં કૃપાપાત્ર સદશિષ્ય પૂજ્યપાદ સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ હાલમાં ચાતુર્માસ નિમિત્તે સાવરકુંડલા આશ્રમ મુકામે બિરાજી રહ્યા છે અને પોતાની ખૂબ જ સરળ તથા ભક્તિભાવપૂર્ણ શૈલીથી પ્રતિદિન શિવમહાપુરાણ કથા-સત્સંગનો અનુપમ લાભ આપી રહ્યા છે. સાવરકુંડલાનાં ભાવિક ધર્મપ્રેમીજનો ખૂબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ સત્સંગનું રસપાન કરી રહ્યા છે ભગવાન સદાશિવની અનેક રહસ્યમય લીલા-કથાઓથી ભરપૂર આ કથા સત્સંગનો ચાતુર્માસ દરમિયાન પુરુષોત્તમ માસ તથા આગામી શ્રાવણ માસ દરમિયાન જે લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે અને થશે એ સાવરકુંડલાની ભાવિક ધર્મપ્રેમી જનતા માટે અહોભાગ્યની વાત છે તોસર્વે ધર્મપ્રેમી ભાઈઓ બહેનો શિવભકતોને આ સંત્સગનો પ્રતિદિન લાભ લેવા માટે દરરોજ સાંજે ૫-૪૫ થી ૭ વાગ્યા સુધી પધારવા સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ મંડળ સાવરકુંડલા દ્વારા સહૃદય આમંત્રણ પાઠવેછે
તેમજ આ બે માસ અધિક અને શ્રાવણ માસમાં ચાલી રહેલ શિવમહાપુરાણનું લાઈવ પ્રસારણ આશ્રમની યુ-ટ્યૂબ ચેનલ “ગુરુ સાન્નિધ્ય” GURU SANNIDHYA પર દરરોજ બતાવવામાં આવશે જેનો લોકો ઘરે બેઠાં પણ લાભ લઈ શ્રવણ કરી શકશે.

Follow Me:

Related Posts