સાવરકુંડલા શહેરમાં આવનાર તારીખ 28/9/2023 ના રોજ હિન્દૂ સમાજ માટે આસ્થાનું પ્રતિક મનાતા શ્રી ગણેશ વિસર્જન અને મુસ્લિમ સમાજના ધર્મ ગુરુ હજરત મુહંમદ પેગંબર સાહેબના જન્મ દિવસના ભાગ રૂપે સાવરકુંડલા શહેરમાં બંને સમાજની શોભાયાત્રા અને ઝુલુસ જાહેર માર્ગો પર ફરવાના હોય જેના ભાગ રૂપે શહેરમાં સુખ શાંતિ અને સલામતીના હેતુ સર અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકારસિંહ અને ડી.વાય એસ.પી વોરા સાહેબની સૂચનાથી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ શ્રી સોની સાહેબ દ્વારા સાવરકુંડલા શહેરના જાહેર માર્ગો ઉપર ફરી પોલીસ કાફલા સાથે ફ્લેગ માર્ચ યોજી હતી અને સર્વોને શાંતિ અને ભાઈચારાથી ત્યોહારની ઉજવણી કરવા અપીલ કરી હતી અને જો કોઈ અસામાજિક તત્વો દ્વારા શહેર ની શાંતિ ડોળવાનો પ્રયાસ કરશે તો તેને સારીરીતે કાયદાનું ભાન કરાવવા પણ તેયારી દર્શાવી હતી એમ નાસીર ચૌહાણની એક યાદીમાં જણાવાયું હતું.
સાવરકુંડલામાં હિન્દૂ મુસ્લિમ તહેવારોને અનુલક્ષીને ટાઉન પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાય.

Recent Comments