૧૦ મી ઓગસ્ટનો દિવસ સમગ્ર વિશ્વમાં લાયન ડે તરીકે ઉજવવામાં આવે છે. વન વિભાગ સાસણના આયોજન તળે વર્ષ ૨૦૧૬ થી ગુજરાતમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી છે. આ ઉજવણીમાં સૌરાષ્ટ્રના આઠ જિલ્લાઓનો સમાવેશ કર્યો છે .આ આઠ જિલ્લાઓમાં સિંહનું વિચરણ દેખાઈ રહ્યું છે તે જિલ્લાઓમાં આ પ્રાણીના સંરક્ષણ, સંવર્ધન માટે બાળકોમાં તથા આમજનતામાં લોકજાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન થનાર છે. આ ઉજવણીએ અનેક વિક્રમો સ્થાપીને નવાં કિર્તીમાન બનાવ્યાં છે. કોરોનાને હિસાબે ૨૦૨૦ અને ૨૦૨૧નું આયોજન ફિઝિકલી થઈ શક્યું ન હતું.
પરંતુ વર્ચ્યુઅલ ઉજવણી થઈ. તેમાં ગત વર્ષે ઉજવાયેલી વર્ચ્યુઅલ ડે ની ઉજવણીમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ૮૫ લાખ જેટલા વિદ્યાર્થીઓ તથા લોકો આ ઉજવણીમાં સામેલ થયાં હતાં.પરંતુ ચાલુ વર્ષે હવે બે વર્ષના સમય ગાળા પછી સિંહ દિવસની ઉજવણી પ્રત્યક્ષ રીતે સમગ્ર અમરેલી જિલ્લામાં થાશે. સાવરકુંડલા શહેર તથા તાલુકામાં વન વિભાગ નોર્મલ રેન્જ તથા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે લાયન ડે ની ઉજવણીની પુર્વ તૈયારી તડામાર રીતે ચાલી રહી છે તથા આયોજન ક્રમબદ્ધ રીતે થઈ રહ્યું છે.
સાવરકુંડલામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં કુલ ૧૮૫ જેટલી શૈક્ષણિક સંસ્થાઓએ પોતાના ૧,૦૦,૩૮૯ જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો ભાગ લેશે. વન વિભાગના આયોજન તળે સમગ્ર જિલ્લાના શિક્ષણ તંત્ર, વનતંત્ર અને વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ જેવી પર્યાવરણને સમર્પિત સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આયોજનને સફળ બનાવવા સાવરકુંડલા નોર્મલ રેન્જના આર.એફ.ઓ શ્રી ચાંદુ સાહેબ તથા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલાના પ્રમુખ સતિષભાઈ પાંડે ખુબ જ જહેમત ઉઠાવી રહ્યા છે.
Recent Comments