fbpx
અમરેલી

સાવરકુંડલામાં E-FIR દ્વારા દાખલ થયેલ ચોરીના ગુનામાં એક ઈસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ગુજરાત સરકારી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી , વાહન ચોરી કે મોબાઈલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જવુ ન પડે , અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા e – FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે . જે અન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી , ગુજરાત રાજય , ગાંધીનગર નાઓએ સરકારશ્રીની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગે દાખલ કરવામાં આવતી e – FIR અન્વયે સુચનો અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે .

ગુનાની વિગતઃ તા .૦૮ / ૧૦ / ૨૦ = ના રોજ સાવરકુંડલા ટાઉનમાં મહુવા રોડ , વરૂણ હોસ્પીટલ પાસેથી ભરતભાઇ ગોવિંદભાઇ રાવળદેવ , રહે.ઝીંઝુડા , તા.સાવરકુંડલા , જિ.અમરેલીનો મોબાઇલ ફોન કિ.રૂ .૧૦,૦૦૦ / નો કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય , જે અંગે ભરતભાઇ દ્વારા e – FIR કરાવેલ હોય , જે e – FIR અંગે ખરાઇ કરી , તેના પરથી સાવરકુંડલા ટાઉન પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૫૨૨૩૦૦૪૭ / ૨૦૨૩ , ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી . કરવામાં આવેલ .

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા e – FIR દ્વારા દાખલ થયેલ અનીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામા e – FIR થી દાખલ થયેલ ગુનાઓના આરોપીઓને પકડી પાડી , નાગરિકોના ચોરાયેલ વાહન , મોબાઇલ ફોન તેમને પાછા મળે , તે માટે જરૂરી કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ . શ્રી એ . એમ . પટેલ તથા એલ.સી.બી. ટીમ ને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતુ .

ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે એલ.સી.બી. ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ અને આજ રોજ તા .૧૫ / ૦૨ / ૨૦૨૩ નાં રોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન સાવરકુંડલા , મહુવા રોડ ઉપરથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ મોબાઈલ ફોન મળી આવતા , પકડાયેલ ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે આગળની કાર્યવાહી થવા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .

પકડાયેલ આરોપીની વિગતઃ નિલેશ કનૈયાલાલ લશ્કરી , ઉ.વ .૩૨ , રહે.ખડકાળા , પ્લોટ વિસ્તાર , તા.સાવરકુંડલા , જિ.અમરેલી . રીકવર કરેલ મુદ્દામાલની વિગતઃ વીવો કંપનીનો 153 મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિં.રૂ .૧૦,૦૦૦ / – નો મુદ્દામાલ

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. જીગ્નેશભાઈ અમરેલીયા , યુવરાજસિંહ રાઠોડ , ઘનશ્યામભાઇ મકવાણા , તથા પો.કોન્સ . તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts