અમરેલી

સાવરકુંડલામા આવેલ શ્રી કે.કે હાઈસ્કૂલમાં ઉત્સાહભેર આનંદમેળો યોજાયો. 

તા. ૫-૩-૨૪ ને મંગળવારના રોજ શ્રી કે. કે હાઈસ્કૂલમાં ધોરણ ૧૨ આર્ટસના વિદ્યાર્થીઓ દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આનંદ મેળાની શરૂઆતમાં શાળાની નજીક આવેલા વેદમાતા ગાયત્રી મંદિરે વિદ્યાર્થીઓને દર્શનાર્થે પગપાળા ગયેલ, જ્યાં વર્ગશિક્ષિકા વર્ષાબેને વેદોનું મહત્વ સમજાવીને તથા ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરાવીને ભક્તિમય વાતાવરણ દ્વારા આ મુલાકાતને વધુ યાદગાર બનાવી. વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ્સ લીધા બાદ શાળાના કેમ્પસમાં આવી વિદ્યાર્થી ભાઈઓ- બહેનોએ અલ્પાહારનો આનંદ માણ્યો જેમાં લાઈવ,ઢોકળા,જલેબી અને ઘૂઘરા સાથે આઈસ્ક્રીમની મિજબાની માણી. આનંદ મેળા નિમિત્તે શાળાના પ્રિન્સિપાલ સી.એન ગુજરીયાએ  પ્રાસંગિક ઉદબોધનમાં વિદ્યાર્થીઓમાં આનંદની સાથે સાથે શાળામાં શિસ્ત, નિયમિતતા,એકતા,સામુહિક ભાવના

અને બંધુતાનું સિંચન થાય એ માટે મનનીય વક્તવ્ય આપ્યું.શાળાના સુપરવાઇઝર  ગોંડલિયાએ તથા અન્ય ગુરુજનો પણ આ પ્રસંગે શુભકામનાઓ પાઠવી અને આ આનંદ મેળાને સફળ બનાવવામાં વર્ગ શિક્ષિકા વર્ષાબેન પટેલ તેમજ ભુમિકાબેન,કોમલબેન,હેતલબેન અને શિલ્પાબેને ભારે જહેમત ઉઠાવવા બદલ શાળાના પ્રિન્સિપાલ ગુજરીયાએ  શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવેલ.

Related Posts