શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે જેમાં હોમગાર્ડ ઓફીસ પાસે તેમજ અક્ષર મંદિર પાસે અને નેસડી રોડ ચાર રસ્તા પર ખુબજ મોટા ગાબડા પડી ગયેલ હોઈ ત્યાં પેવર બ્લોક બેસાડી રીપેરીંગ કરવા માટે સાવરકુંડલા શહેર ભાજપના મહામંત્રી રાજેશભાઈ નાગ્રેચા દ્વારા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાને કરવામાં આવેલ રજૂઆતના અંતે સાંસદશ્રી અને ધારાસભ્યશ્રી તરફથી માર્ગ અને મકાન વિભાગ અમરેલીને જરૂરી સુચના આપવામાં આવેલ હતી.
તેમજ સ્ટેટ હાઇવેના સુમા સાહેબ અને એસ.ઓ શ્રી ભાર્ગવભાઈને સ્થળ નિરીક્ષણ પણ કરાવેલ અને તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા જણાવેલ હતું. જેના અનુસંધાને આજરોજ વિભાગ તરફથી આ રોડનું કામ ચાલુ કરવામાં આવેલ આ તકે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા , જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શરદભાઈ પંડ્યા , જીલ્લા ભાજપ અ. જા.મોરચા પ્રમુખ કેશુભાઈ વાઘેલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ , શહેર ભાજપ મહામંત્રી રાજુભાઈ નાગ્રેચા , વિજયસિંહ વાઘેલા,પૂર્વ ન.પા ચેરમેન પ્રવીણભાઈ કોટીલા,ન.પા.સદસ્ય શ્રી મેહુલભાઈ ત્રિવેદી , કિશોરભાઈ બુહા,અજયભાઈ ખુમાણ,જીલ્લા ભાજપ માલધારી સેલ પ્રમુખ મયુરભાઈ રબારી , પૂર્વ શહેર ભાજપ મહામંત્રી હીમાંશુભાઈ ભટ્ટ, શહેર યુવા ભાજપ પ્રમુખ અનિરૂધ્ધસિંહ રાઠોડ,શહેર ભાજપ કોષાધ્યક્ષ જતીનભાઈ મૈસૂરિયા,જિલ્લા યુવા ભાજપ કા.સદસ્ય ગૌતમભાઈ સાવજ, વગેરે કાર્યકર્તા ઓ હાજર રહેલ અને આવતા જતા વાહન ચાલકોએ રાહતના શ્વાસ લીધા અને શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાય ગયો હતો.


















Recent Comments