fbpx
અમરેલી

સાવરકુંડલા અધ્યાપન મંદિર ખાતે ગતરોજ ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલીના સહયોગથી જાગૃતિ સેમિનાર યોજાયો.

ગતરોજ અહીં સાવરકુંડલાના અધ્યાપન મંદિર ખાતે ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલીના સહયોગથી ગ્રાહકો સાયબર છેતરપિંડીથી બચવા માટે અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ અધિકારી કડછા સાહેબ દ્વારા ઉપસ્થિત તમામ અગ્રણીઓને સાયબર સુરક્ષા એટલે શું? તેમજ સાયબર છેતરપિંડીનો શિકાર ન બનીએ તે માટે કાઈ કઈ બાબતોને લક્ષમાં રાખવી.. તેમજ જો સાયબર ક્રાઇમનો ભોગ બનીએ તો યુધ્ધમાં ધોરણે કેવાં પગલાં લેવા વગેરે બાબતોને ખૂબ વિશદ છણાવટ સાથે ન્યૂઝ પેપરના કટિંગના આધારો સાથે ખૂબ જ સાદી અને સરળ ભાષામાં સમજાવવામાં આવેલ.. આમ તો સાયબર છેતરપિંડીનો ભોગ ન બનીએ એ સંદર્ભે વિડિયોના માધ્યમથી પોઈન્ટ ટુ પોઈન્ટ સમજ આપી હતી.

અંતમા વાતનો સાર તો સાવધાની એ જ શ્રેષ્ઠ ઉપાય છે એવું ફલિત થયું.. આ માટે સાવધાની સતર્કતા અને વસ્તુ સ્થિતિની ખરાઈ કરીને જ ડીઝીટલ વહેવાર કરવા એવી નમ્ર સલાહ પણ આપી હતી.. એટલે કે પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર.એ ન્યાયે સમાજમાં બનતાં આ સાયબર છેતરપિંડીના બનાવોને અટકાવવા પ્રાથમિક સાયબર નોલેજ જરૂરી છે એમ પણ તેણે ટકોર કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. રવિભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ. ઉપસ્થિત તમામનો ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના પ્રમુખ રમેશભાઈ હીરાણીએ આભાર માન્યો હતો.

કાર્યક્રમ જ્યારે અંત તરફ જઈ રહ્યો હતો તેવી વેળાએ અચાનક લાઈટ ગુલ થતાં અહીં સેમિનારમાં ઉપસ્થિત પત્રકાર બિપીનભાઈ પાંધીએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર સાવરકુંડલા જીઈબીના ડેપ્યુટી એન્જીનીયર બોરડ સાહેબને વિદ્યુત પુરવઠો ખોરવાયા અંગે ટેલીફોનિક જાણ કરતાં બોરડ સાહેબે યુધ્ધના ધોરણે વીજપુરવઠો ચાલુ કરાવતાં કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.. આ સંદર્ભે બિપીનભાઈ પાંધીએ માત્ર સાયબર ક્ષેત્રની જાગૃતિ સાથે જ નહીં પરંતુ જીંદગીની તમામ બાબતોમાં સમાજે જાગૃત થવું જોઈએ એવી હળવી ટકોર પણ કરી હતી.. મારે શું? અને મારું શું? એ વિષયથી ઉપર ઉઠીને સમાજિક કલ્યાણ માટે પણ વ્યક્તિ મટી સમષ્ટિની દ્રષ્ટિએ જીવનને મૂલવવું જોઈએ.. આ સંદર્ભે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ વતી બિપીનભાઈ પાંધીએ સાવરકુંડલા ડેપ્યુટી એન્જીનીયર જીઈબીની કાર્યનિષ્ઠા તેમજ અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ અધિકારીનો જાહેર આભાર માન્યો હતો. અંતમાં ઉપસ્થિત તમામને સાયબર સંદર્ભના પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અંતમાં ઉપસ્થિત તમામને ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા આ ઉનાળાના પ્રારંભકાળે આઈસ્ક્રીમ ખવડાવવી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts