સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ગામો માં વાસ્મો યોજના અંતર્ગત “નલ સે જલ” થી નેસડી, ક્રાકંચ, પાંચતલાવડા ગામો વંચિત રહી જતા પાણી પુરવઠા મંત્રી ગુજરાત રાજ્ય ને પત્ર પાઠવીને રજૂઆત કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત
પોતાના વિસ્તાર સાવરકુંડલા અને લીલીયા તાલુકા ના ગામો વાસ્મો ( વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન) ગુજરાત સરકાર શ્રીની યોજના થી વંચિત રહી જવા પામેલ છે. જેથી આ ગામો ને પાણીની સુવિધા મળવામાં નથી, અને લોકોને વાસ્મો યોજના અંતર્ગત પાણી થી વંચિત રહી જવાના કારણે લોકો હાલાકી અને પરેશાની ભોગવી રહ્યા છે. જે ધ્યાને આવતા ધારાસભ્ય શ્રી ના સાવરકુંડલા અને લીલીયા મત વિસ્તાર ના ગામો માં “નલ સે જલ” યોજના અંતર્ગત આ ગામોને આંતરિક પીવાના પાણીની સુવિધા કરવા ની ખાસ જરુરીયાત છે જે નીચે મુજબ છે. ૧) સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે પીવાના પાણી માટે મોટી ઉંચી ટાંકી તેમજ પાણીની પાઈપ લાઈન ની ખાસ જરૂરિયાત છે.( ગામમાં સ્કુલની બાજુમાં ઉંચી ટાંકી જર્જરિત હાલતમાં છે. સ્કુલ બાજુમાં હોવાથી ભવિષ્યમાં બાળકો ઉપર જોખમ રહેલ છે અને આ ટાંકી જર્જરિત હોવાથી પાણીનો સંગ્રહ થતો નથી)૨) લીલીયા તાલુકાના ક્રાકંચ ગામે પીવાના પાણી માટેની ઉંચી ટાંકી , સંપ અને પીવાની પાઈપ લાઈન ની ખાસ જરૂરિયાત છે. ( ૪ વર્ષ પહેલા કમિટી બનવા છતાં મંજુરી મળેલ નથી)૩) લીલીયા તાલુકાના પાંચ તલાવડા ગામે શાળા પાસે આવેલ જર્જરિત ઉંચી ટાંકી ની જગ્યાએ નવી ઉંચી ટાંકી તેમજ પાણીની પાઈપ લાઈન ની ખાસ જરીરિયાત છે. .( ગામમાં સ્કુલની બાજુમાં ઉંચી ટાંકી જર્જરિત હાલતમાં છે. સ્કુલ બાજુમાં હોવાથી ભવિષ્યમાં બાળકો ઉપર જોખમ રહેલ છે અને આ ટાંકી જર્જરિત હોવાથી પાણીનો સંગ્રહ થતો નથી. આમ સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ગામોમાં વાસ્મો યોજના અંતર્ગત પાણી થી વંચિત રહી જવાના કારણે લોકોની સુખાકારી અને લોકોની પ્રાથમિક જરૂરિયાત ને ધ્યાને લઈને ગુજરાત સરકાર શ્રી ના પાણી પુરવઠા મંત્રીશ્રીને તેમજ ચેરમેન શ્રી વાસ્મો ગાંધીનગર , કારોબારી અધિકારી શ્રી વાસ્મો ગાંધીનગર, મુખ્ય ઇજનેર વાસ્મો, ગાંધીનગર અને યુનિટ મેનેજર અમરેલી ને પત્ર પાઠવીને રજૂઆત સાથે માંગણી કરવામાં આવેલ છે.
Recent Comments