અમરેલી

સાવરકુંડલા અને લીલીયા તાલુકા પ્રાથમિક શિક્ષકો ૧૧૩ શિક્ષકોની ઘટ :- પ્રતાપ દુધાત

  સરકાર શ્રી દ્વારા ઘણા સમય થી સાવરકુંડલા અને લીલીયા તાલુકામાં શિક્ષકો ની ખાલી જગ્યાઓ અંગે પ્રશ્ન પૂછવામાં આવેલ હતો જેમાં પ્રથમ પ્રશ્ન તા. ૩૧/૧૨/૨૦૨૧ ની સ્થિતિએ અમરેલી જીલ્લામાં  પ્રાથમિક શાળાઓ તાલુકા વાઈઝ શાળાઓ આવેલી છે તેમાં  સાવરકુંડલા ખાતે કુલ ૯૭ અને લીલીયા ખાતે ૨૪ શાળાઓ આવેલી છે અને પ્રશ્ન (૨) ઉક્ત સ્થિતિએ તાલુકાવાર પ્રાથમિક શાળાઓમાં કેટલા શિક્ષકો ની જગ્યા ખાલી છે તેમાં સરકાર શ્રી દ્વારા જણાવેલ છે સાવરકુંડલા ખાતે ૯૭ અને લીલીયા ખાતે ૨૪ ની ખાલી જગ્યાઓ પડેલ છે પ્રશ્ન (૩) ઉક્ત ખાલી જગ્યાઓ કયા સુધીમાં ભરવામાં આવશે ? તેમના જવાબ સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ જેમ બને તેમ ઝડપી થી ભરવામાં આવશે અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યા ભરવા અંગેની દરખાસ્ત સરકાર શ્રીની વિચારણા હઠળ છે આમ સરકારી પ્રાથમિક શાળાઓમાં હાલમાં   શિક્ષક વગરનું શિક્ષણ ચાલી રહ્યું છે તેવી સ્થિતિ છે  કારણકે હાલમાં શિક્ષકોની ઘટ સામે કોઈ ભરતી કરવામાં સરકાર દ્વારા આવતી નથી ફક્ત મોટા મોટા જાહેરાતો અને મોટા મોટા સરકારી પોગ્રામ કરાવી આ સરકાર લોકોને ગેરમાર્ગે દોરે   છે.  પ્રાથમિક શિક્ષક જ સ્કૂલમાં ન હોય તો કઈ રીતે પાયો મજબૂત થશે. આવનાર દિવસોમાં આ પ્રાથમિક શિક્ષક ન હોવાના કારણે શિક્ષણ સ્તર સાવ સાવરકુંડલા લીલીયા તાલુકા નીચે જશે અને આવનાર ગામડાના લોકોનું નવી પેઢી નું શું થશે એવું દેખાઈ રહ્યું છે કારણ કે શિક્ષક જ નહીં હોય તો શિક્ષણ ક્યાંથી આવવાનું આ સરકાર ફક્ત અને ફક્ત જે હયાત શિક્ષકો જે નોકરી કરી રહ્યા છે  તેમને પણ અન્ય પ્રોગ્રામમા કામો કરાવી રહી છે.         આમ ધારાસભ્યશ્રી દ્વારા વિધાન સભા માં પ્રશ્ન ઉઠાવી ને સાવરકુંડલા અને લીલીયા તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો ની પડેલ ખાલી જગ્યા ટૂંક સમય માં ભરાશે તેવી જણાવેલ છે જેથી શિક્ષિત બેરોજગારો ને લાભ થશે આમ જયારે પણ કોઈ પ્રશ્ન હોઈ ત્યારે સરકાર શ્રીને રજૂઆત કરી ને યોગ્ય ઉકેલ લાવવામાં આવે છે

Related Posts