સાવરકુંડલા અને લીલીયા તાલુકામાં ૧૯ ગામોમાં કિસાન સૂર્યોદય યોજના દિવસે ખેતીવાડી વિસ્તારમાં વીજળી પુરવઠો આપવા સરકારે એક વર્ષ પહેલાં જાહેરાત કરી હતી જે જાહેરાતમાં કરોડો રૂપિયાનો પ્રચાર કરી સરકારની તેજોરી રકમ ઓછી કરી હતી હતી વિધાનસભા માં આ પ્રશ્ન ધારાસભ્ય રજૂ કરતા ખુદ ઉર્જા મંત્રી લેખિત જવાબ આપ્યો હતો કે આ યોજના બહાર પાડવામાં આવી હતી પણ હાલ અમલમાં નથી અને ખેડૂતોને દિવસે વીજળી આપી શકવી તેમ નથી અને ઉર્જા મંત્રીએ એવું કહેલ કે સરકારમાં કોલસા અછતના કારણે ખેડૂતોને દિવસે વીજળી આપો શકીએ તેમ નથી. ઉર્જા મંત્રીના જવાબમાં ધારાસભ્ય પ્રતાપ દુધાતે મંત્રીને કહ્યું કે ઉદ્યોગને દિવસે વીજળી આપવામાં કોલસોની અછત રહેતી નથી ફક્ત ખેડૂતોને દિવસે વીજળી આપવામાં કોલસાની અછત રહે જેથી ઉર્જા મંત્રી મોન રહ્યા હતા. દિવસે વીજળી આપવા માટે સૂર્યોદય યોજના નામ આપી કરોડો રૂપિયાની જાહેરાત અને ખુદ જેટકોના અધિકારીઓ પણ પોગ્રામો કરી ખેડૂતોને બોલાવી મોટી મોટી વાતો કરી જીલ્લા અને તાલુકાની ચૂંટણીમાં ખેડૂતોને જાહેરાતમાં લલચાવી ખેડૂતોને મત લઈ ને આ યોજના ભાજપના નેતાને યાદ જ નથી અને જેટકોના અધિકારીઓ પણ આ યોજનાની ભાષણોમાં ખૂબ જ ભાજપના નેતા હોય તેમ યોજનાની વાતો કરતા હતા પણ આજે વિધાનસભામાં જવાબ આપવામાં આવ્યો કે આયોજન હાલ અમલમાં જ નથી ત્યારે ફક્ત ચૂંટણી સમયે ગમે તે યોજના અમલમાં સરકાર મૂકી આપે છે પણ ચૂંટણી પછી યોજના અમલમાં આવતી નથી ફક્ત જાહેરાતોમાં સરકારની તેજોરી કેમ ઓછી કરવી તેમ સરકાર કરી રહી છે અને ધારાસભ્ય પ્રતાપ દુધાતે ઉર્જા મંત્રીને કહ્યું કે મારા વિસ્તારના ખેડૂતો જંગલી જાનવર રાત્રે ખેતરોમાં આવતા હોઉં તેમ છતાં ખેડૂતો રાત્રે વીજ પુરવઠા આપવાના કારણે તેમનો સામનો કરે છે અને ઘણી વખત જંગલી સિંહ અને દીપડા ખેડુતો ઉપર આક્રમણ પણ કરે છે જેથી દિવસે વીજ પુરવઠો આપવામાં આવે તેવી માંગણી ધારાસભ્ય પ્રતાપ દુધાતે કરી હતી.
સાવરકુંડલા અને લીલીયા તાલુકામાં દિવસે વીજળી આપવા કિશાન સૂર્યોદય યોજના માટે કરોડો રૂપિયા જાહેરાત કર્યા બાદ યોજના અમલમાં નથી તેવો જવાબ આપતાં ઉર્જા મંત્રી : પ્રતાપ દુધાત

Recent Comments