સાવરકુંડલા અને લીલીયા તાલુકામાં તાલુકા સંકલન નાયબ કલેકટર સાહેબના અધ્યક્ષ સ્થાને મિટિંગ બોલવામાં આવી હતી જેમાં વિવિધ શાખાના અધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા જેમાં વિસ્તારના વીજ પુરવઠા બાબતે pgvcl ના અધિકારી સાથે વાત કરી હતી જેમાં વાવાઝોડા બાદ ગ્રાહકોને પુરવઠો આપવામાં આવ્યો નથી. મામલતદાર સાહેબના પ્રશ્નો રજૂ કર્યા હતા જેમાં ગરીબ લોકોને અનાજ પુરવઠા માટે અનાજ મળવા માટે અરજીઓ આપેલ છે તેમને તત્કાલ પુરવઠો મળે તેમજ શિક્ષણ લગતના પ્રશ્નો પણ રહું કર્યા હતા. ગામડાઓમાં પીવાના પાણી માટે મંજુર થયેલ પાઇપ લાઈન અને પાણીના સંપ તત્કાળ કામ ચાલુ કરવા ની સૂચના આપી હતી. તાલુકા વિકાસ અધિકારીને ગ્રામ પંચાયત તલાટી સમય સર આવે અને ગ્રામના વિકાસના કામો ચાલુ થાય અને સરકાર યોજનાનો લોકોને લાભ મળે તેવા વિવિધ પ્રશ્નો નાયબ ક્લેલ્ટર સાહેબ ના અધ્યક્ષ સ્થાને રજૂ કર્યા હતા.
સાવરકુંડલા અને લીલીયા તાલુકામા તાલુકા સંકલનમાં વિવિધ પ્રશ્ન રજૂ કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

Recent Comments