સાવરકુંડલા અને લીલીયા તાલુકામાં ગાંડા માર્ગ(નોન પ્લાન) અને પહોળા રોડ માટે 14 કરોડ મંજુર કરાવતા ધારાસભ્ય પ્રતાપ દુધાત
સાવરકુંડલા અને લીલીયા તાલુકાના મતવિસ્તારનાં ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત પોતાના મત વિસ્તાર માં આવતા તાલુકાના ગામદાઓની માંગણીને અને રજૂઆત ને ધ્યાને લઈને તાત્કાલિક ધોરણે આ રોડ ગાંડા માર્ગ થી ડામર રોડ(નોન પ્લાન) અને પહોળા રોડ બનાવવા માટે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ રજુઆત કરેલ હતી તેમાં આ વિસ્તારના ગામડાઓમાં ઘણા સમયથી રોડ કાચા રસ્તો અને નાનો રસ્તો હોય અને તેના કારણે આ વિસ્તારના ગામડાઓનાં આમ નાગરીકો તથા રાહદારીઓ અને વાહન ચાલકોને હેરાન પરેશાન નથાય તે માટે આ રસ્તાઓને તાત્કાલિક ધોરણે મજૂર કરવા રજૂઆત કરેલ તેના અન્વયે આ રસ્તાઓની મંજૂરી મળેલ હોય જેમાં (૧) ભુવા થી ધાર, (૨) ઠવી થી દંડલેશ્વર મહાદેવ ગોરી ટોપર રોડ (3) લીખાળા થી ગોરડકા રોડ અને લીલીયા તાલુકાના અંટાળીયાં મહાદેવ – સાજણટીંબા- હરિપર રોડ પહોળો કરવા માટે તમામ રોડ બનાવવા માટે 14 કરોડ રૂપિયા ની મંજૂરી આપી છે અને ટુક સમયમાં આ રોડનું ટેન્ડર થશે અને મંજુર થયેલ કામ ચાલુ થાહે તેવું ધારાસભ્ય પ્રતાપ દુધાતે જણાવ્યું છે આ રોડ બનવાથી આજુ બાજુના ગામોને ઘણો ફાયદો થશે જેથી ધારાસભ્ય પ્રતાપ દુધાત જીત્યા પછી ઘણા રોડો મંજુર કરાવ્યા છે જેથી ગામડાના આંતરિક રસ્તા જેઓ ગાડા માર્ગ હોય તેવા રસ્તા બનવાના કારણે રાહ દારીઓને ફાયદો થશે અને લીલુયા તાલુકાનો ખૂબ જ ટ્રાફિક વાળો રસ્તો અંટાળીયાં મહાદેવ – સાજણટીંબા- હરિપર રોડ જે પહોળો કરાવતા રાહદારીઓ ને ફાયદો થશે.ધારાસભ્ય મહેનતથી સાવરકુંડલા અને લીલીયા તાલુકામાં 14 કરોડના પંચાયત હસ્તકના રોડ મંજુર કરાવ્યા છે.
Recent Comments