સાવરકુંડલા અને લીલીયા તાલુકામાં ૧૫ માં નાણાપંચ ની ગ્રાન્ટ મંજુર થયેલ છે પરંતુ વિકાસ નાં કામો ચાલુ કરવામાં આવ્યા નથી તેમની ગ્રાન્ટ એક વર્ષ કરતા વધુ સમયથી જમા થઇ ગયેલ છે પરંતુ કોઈ કારણો સર કામના વર્ક ઓર્ડર અને વહીવટી મંજુરી આપવામાં આવતા નથી જેથી વિકાસના કામો વિલંબ માં પડેલ છે. જે બાબતની ઘણી વખત મૌખિક રજુવાત સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરવા છતાં કામો ચાલુ કરવામાં આવ્યા નથી અને ૫૦% ટાઈટ ના કામો કરવા ફરજીયાત નિયમ કરેલ છે પરંતુ ઘણી ગ્રામપંચાયત માં ટાઈટ એટલે કે ગટર,પાણી અને સેનીટેશનના કામો સંપૂર્ણ પૂર્ણ થયેલ છે જેથી જે ગ્રામ પંચાયતને ટાઈટ ગ્રાન્ટના કામો પૂર્ણ થયેલ હોય તેવું ગ્રામ પંચાયત તરફથી ઠરાવ આપવામાં આવે કે ટાઈટ ગ્રાન્ટ નાં કામ સંપૂર્ણ પૂર્ણ થયેલ છે, તેવી ગ્રામ પંચાયત ને અનટાઈટ(બેજીક) ના કામો વાપરવા ની મંજુરી આપવામાં આવે તેવી રજૂઆત સાથે પત્ર પાઠવેલ છે. અને જો સાવરકુંડલા અને લીલીયા તાલુકા માં 15 માં નાણાપંચ ની ગ્રાન્ટ માંથી વિકાસ નાં કામો દિન-૭ માં નહી કરવામાં આવેતો ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા તમામ સરપંચો ને સાથે રાખીને ગાંધીજી ચીંધીયા માર્ગે તાલુકા પંચાયત સાવરકુંડલા ખાતે ધરણા કરવાની ફરજ પડશે.તેવી ચીમકી ઉચ્ચારેલ છે.
સાવરકુંડલા અને લીલીયા તાલુકાનાં ગામોમાં ૧૫ મુ નાણાપંચની ગ્રાન્ટ માંથી વિકાસનાં કામો શરુ કરવા બાબતે મુખ્યમંત્રીને પત્ર પાઠવીને ધરણા કરવાની ચીમકી આપતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

Recent Comments