સાવરકુંડલા અને લીલીયા તાલુકાના અરજદારો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે કે છેલ્લા પોણા બે વર્ષથી કોરોના ના કારણે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવેલ ત્યારથી આજ દિન સુધી સાવરકુંડલા અને લીલીયા તાલુકાની નાઈટ બસ બંધ છે. તે તમામ બસોને કાર્યરત કરવામાં આવેલ નથી હાલ સરકાર શ્રીની ગાઈડલાઈન્સ મુજબ ઘણા તાલુકામાં નાઈટ બસોને કાર્યરત કરવામાં આવેલ છે, પરંતુ સાવરકુંડલા અને લીલીયા તાલુકામાં નાઈટ બસો કાર્યરત કરવામાં આવેલ નથી હાલ શાળા, હાઈસ્કૂલો અને કોલેજો શરુ થયેલ છે જેના કારણે વિધાર્થીઓ તેમજ આમ મુસાફરો હેરાન પરેશાન થઇ રહેલ છે,વિધાર્થીઓ, આમ મુસાફરો હેરાન પરેશાન નાં થાય તે માટે ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા એસ.ટી વિભાગ ના વડા ને પત્ર પાઠવી સત્વરે સાવરકુંડલા અને લીલીયા તાલુકાની નાઈટ બસો સત્વરે કાર્યરત કરવા જણાવેલ છે.
સાવરકુંડલા અને લીલીયા તાલુકાની છેલ્લા પોણા બે વર્ષ થી કોરોનાનાં કારણે નાઈટ બસો બંધ છે. તે તમામ બસોને કાર્યરત કરવા માટે વિભાગીય નિયામક અમરેલીને પત્ર પાઠવતા લીલીયા ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત

Recent Comments