fbpx
અમરેલી

સાવરકુંડલા અને લીલીયા તેમજ જેસર તાલુકાના પંચાયત હસ્તકના રોડ અને પુલ માટે રૂ. ૨૦ કરોડ મંજુર કરાવતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા સાવરકુંડલા લીલીયા અને જેસર તાલુકાના પંચાયત હસ્તક ના નોન પ્લાન (કાચા ગાડા માર્ગ ) ને પાકા માર્ગ કરવા અને ૭ વર્ષ થી જે જુના રોડ રસ્તા તેમજ કોઝવેથી પુલ કરવા માટે  ગુજરાત સરકાર શ્રીને પત્ર પાઠવામાં આવેલ હતો તે અન્વયે તેમના જોબ નંબર મંજુર થઇ આવેલ છે જેમાં લીલીયા તાલુકા ના (૧) કલ્યાણપર થી ખારા રોડ નોન પ્લાન સાવરકુંડલા તાલુકાના (૧ ) વંડા થી  ગોપાલપરા રોડ, નોન પ્લાન રોડ, (ર) ઘનશ્યામનગર થી વાવડી રોડ,નોન પ્લાન  જે રોડ રસ્તા કાચા ગાડા માર્ગ હતા તેમને પાકા (નોન પ્લાન) રોડ કરવા તેમજ સાવરકુંડલા લીલીયા અને જેસર તાલુકાના જે રોડ રસ્તા ૭ વર્ષથી જુના થયેલ છે અને તે બિસ્માર હાલતમાં છે તેવા રોડ રસ્તાઓ ને રીસરફેસિંગ કરવા માટે જેમાં સાવરકુંડલા તાલુકાના (૧) આદસંગ – ઘનશ્યામનગર રોડ, રીસરફેસિંગ (૨) ધાર- પીયાવા રોડ, રીસરફેસિંગ તથા સી.સી. રોડ,  (૩) વીરડી નેમિનાથ રોડ એન્ડ વીરડી એપ્રોચ રીસરફેસિંગ  (૪) મેવાસા નાની વડાલ રીસરફેસિંગ તેમજ  લીલીયા તાલુકા (૧) ઢાંગલા એપ્રોચ રોડ, રીસરફેસિંગ  તથા જેસર તાલુકાના (૧) પીપરડી હિપાવડલી રોડ, રીસરફેસિંગ  નાળા કામ, તથા બ્રિજની કામગીરી (૨) કાત્રોડી એપ્રોચ રોડ, રીસરફેસિંગ (૩) હિપાવડલી એપ્રોચ રોડ રીસરફેસિંગ   તથા સાવરકુંડલા તાલુકા ના સીમરણ ગામે માઈનોર બ્રીજ ૩ (૩ સ્પાન ૭ મી) લીલીયા તાલુકાના ક્રાકંચ કેરલા રોડ, શેત્રુંજી નદીમાં ચે.૧/૨૬ થી ૧/૪૬ માં ૨૦૦. મી. નવો વેન્ટેડ કોઝવે માટે સરકાર શ્રી મા દરખાસ્ત કરી તમામ કામો માટે ધારાસભ્ય શ્રીને સરકાર શ્રી માંથી મળતી વિવિધ વિકાસ ના કામો માટેની ગ્રાન્ટ માંથી રુ. ૨૦ કરોડ મંજુર કરાવીને જોબ નબર મેળવી લાવેલ છે. આમ ધારસાભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા વિધાનસભા મત વિસ્તારના સાવરકુંડલા લીલીયા અને જેસર તાલુકાના રોડ, રસ્તા અને પુલ ના કામો ના જોબ નંબર મેળવી લાવેલ છે, અને ટુક સમયમાં આ કામોના ટેન્ડર પ્રકિયા હાથ ધરી ને કામ શરુ કરવામાં આવશે

Follow Me:

Related Posts