અમરેલી

સાવરકુંડલા અમરેલી હાઈવે પર ગોખરવાળા નજીક શેત્રુંજી નદીના પુલ પર લોકોએ જોખમી સેલ્ફી પોઈન્ટ બનાવ્યો

સાવરકુંડલા અને અમરેલી હાઈવે રોડ પર ગોખરવાળા નજીક શેત્રુંજી નદીમાં હાલ ચોમાસામાં વરસાદને હિસાબે નદીમાં સતત પાણી વહી રહ્યું છે ત્યારે અહીયાથી પ્રસાર થતા બાઈક અને કાર ચાલકો પોતાના વાહનો સાંકડા પુલ ઉપર ઉભા રાખી જીવના ઝોખમે સેલ્ફી તેમજ પોતાના અને ફેમેલીના ફોટાઓ પાડી રહ્યાછે ત્યારે સાવરકુંડલા અને અમરેલી હાઈવેના શેત્રુંજી નદીના પુલ પર સતત મોટા ભારે વાહનો પ્રસાર થઈ રહ્યાછે ત્યારે તંત્ર દ્વારા કોઈ મોટી જાનહાનિ થાય તેપહેલા સેલ્ફી પોઈન્ટ બંધ કરવામાં આવે અને શેત્રુંજી નદીના પુલ પર હોમગાર્ડ અથવા ગ્રામ રક્ષક દળના જવાનોનો બંદોબસ્ત રાખવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યાછે.

Related Posts