fbpx
અમરેલી

સાવરકુંડલા અર્બન હેલ્થ દ્વારા છેવાડાના વિસ્તારોમાં પણ પોલિયો રસીકરણ કામગીરી કરવામાં આવી  

ગુજરાતમાં ચાલી રહેલ સઘન પોલિયો અંતર્ગત સાવરકુંડલામાં રવિવારના દિવસે દરેક બુથ ઉપર પોલિયો વેકસીનેશન  કર્યા બાદ બુથ પર ન આવેલ દરેક બાળકોને અર્બન હેલ્થના દરેક સ્ટાફ દ્વારા સોમવાર થી આજદિન સુધી અર્બન હેલ્થ સેન્ટર સાવરકુંડલાના મેડીકલ ઓફિસર શ્રી  અને સુપરવાઈઝરની દેખરેખ  હેઠળ  દરેક વોર્ડના સ્ટાફ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કરી દરેક વોર્ડમાં ૦ થી ૫  વર્ષના દરેક બાળકોને પોલિયોના ટીપાં પીવડાવીને સાવરકુંડલા અને ભારતને પોલિયો મુક્ત કરવાની ઝૂંબેશમાં સહભાગી થવાનો પ્રયાસ કર્યો હતો

ત્યારે સાવરકુંડલામાં આવેલ મહુવારોડ બાયપાસ પાસે અને આકાશી મેલડી માતાજીના મંદિર પાસે આવેલ ઝૂંપડપટ્ટીમાં કાયમી વસવાટ કરતા અને બહારગામથી વેપાર અર્થે અને મજૂરી કરવા આવેલ લોકોના બાળકો પણ પોલિયોની રસીથી વંચિત ન રહે તેવા હેતુથી સતત ત્રણ દિવસ આવા વિસ્તારમાં રહેતા બાળકોને વાડી વિસ્તાર અને ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોના વાલીઓને પોલિયોની રસીના ફાયદા સમજાવી તેના બાળકોને પોલિયોની રસી આપવા mphw મયુર રસિકલાલ ટાંક  અને બેલીમ હૂર હનીફભાઈ દ્વારા સ્થળ પર જઈ રસી આપી ફરજ સાથે સેવાનો અનેરો લાભ લીધો હતો આ સંદર્ભે સાવરકુંડલાના વિવિધ છેવાડાના વિસ્તારો જેવાં કે જેસર રોડ વાડી વિસ્તાર ખાતે પણ આ પોલિયો નાબૂદી અભિયાન સંદર્ભે પોલિયોની ટીપાં પીવડાવવામાં આવેલ જેમાં આરોગ્ય કર્મચારી કુરેશી અકિલ દ્વારા પણ છેવાડાના વાડી વિસ્તારમાં જઈને ત્યાંના પરિવારોને પોલિયો નાબૂદી અભિયાનનું મહત્વ સમજાવી ૦ થી ૫ વર્ષના બાળકોને પોલીયો રસીકરણ કરવામાં આવેલ. આમ આરોગ્ય વિભાગ દ્વારા સરકારના પોલિયો નાબૂદી અભિયાનને સાર્થક કરવાનો સુંદર પ્રયાસ થતો નજરે જોવા મળેલ.

Follow Me:

Related Posts