fbpx
અમરેલી

સાવરકુંડલા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ડાયાબિટસ અને બીપી તપાસનો કેમ્પ યોજાયો

સાવરકુંડલા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા અહીં ઉતાવળા હનુમાન મંદિર, મહાકાળી ચોક વિસ્તારમાં ડાયાબિટસ અને બીપી તપાસનો કેમ્પ યોજાયો.પચાસેક લોકોએ એનો લાભ લીધો. સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર પાંચનાં નગરપાલિકા પતિ સદસ્ય શ્રી આલ કરસનભાઈ.બી દ્વારા અર્બન હેલ્થ સેન્ટરનાં આ અભિયાની પ્રશંસા કરવામાં આવી.

આજનો યુગ એટલે આર્થિક રીતે વિકસતો યુગ.. આજની જીવનપ્રણાલી અને આહાર વ્યવસ્થા એવી જોવા મળે છે કે લોકોએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સતત સતર્ક રહેવાની આવશ્યકતા છે. આજની ભાગદોડ વાળી જિંદગીમાં ખાસ કરીને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી બિમારીઓનું પ્રમાણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. એવી પરિસ્થિતિમાં સરકારશ્રી  પણ સ્વાસ્થ્ય જાગૃતિ અંગે અનેક અભિયાનો ચલાવતી જોવા મળે છે. તેનાં એક ભાગ રૂપે સાવરકુંડલા શહેરમાં 

ગઈકાલે સાવરકુંડલાના ઉતાવળા હનુમાન મંદિર,મહાકાળી ચોક વિસ્તારમાં ડાયાબિટસ,બીપી તપાસનો નિ:શુલ્ક કેમ્પનું અર્બન હેલ્થ સેન્ટર સાવરકુંડલાના સ્ટાફ દ્વારા આયોજન કરવામાં આવેલ જેમાં શ્રી રોહિભાઈ બગડા તથા શ્રી મોનાબેન ગોસ્વામી તથા શ્રી રંજનબેન સુરજીવાલા સહિતના સ્ટાફે  જહેમત ઉઠાવી હતી.અને આશરે ૫૦ જેટલા લાભાર્થીઓએ આ નિ:શુલ્ક કેમ્પનો લાભ લીધો હતો.

આ તકે વોર્ડ નંબર પાંચનાં નગરપાલિકા પતિ સદસ્ય શ્રી આલ કરસનભાઈ.બી એ પણ આ કેમ્પમાં હાજરી આપી હતી અને ડાયાબિટીસ તથા બીપીની તપાસ કરાવી હતી સાવરકુંડલા શહેરના અર્બન હેલ્થ સેન્ટર કામગીરીની પ્રશંસા કરી હતી. આમ ગણો તો કોરોના કાળ હોય કે રોગચાળો હોય આવા વિવિધ કેમ્પો યોજીને લોકોને સ્વસ્થ સંબંધિત ચકાસણી કરીને લોકોની સ્વાસ્થ્ય અંગે જાગૃતિ અભિયાન પણ ચલાવે છે.

Follow Me:

Related Posts