સાવરકુંડલા તાલુકાના આંબરડી મુકામે આંબરડી પે.સે. શાળામાં હનુમાન જયંતિ પ્રસંગે આંબરડી પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી. ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા તથા અત્યારની પેઢીને આ દરેક વિભૂતિ શું હતી.? રામાયણમાં શું ભૂમિકા હતી? તે દરેક પાત્રોનો પરિચય આપવામાં આવ્યો. શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગ્રામજનો તરફથી દરેક બાળકોને ગુંદી ગાંઠીયાની પ્રસાદી આપવામાં આવી. પરીક્ષાનો માહોલ હોવા છતાં ખૂબ સરસ રીતે હનુમાન જયંતિની ઊજવણી કરવામાં આવી.
સાવરકુંડલા આંબરડી પે સેન્ટર શાળામાં હનુમાન જયંતિની ઉજવણીના ભાગરૂપે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો

Recent Comments