મુખ્ય જિલ્લા આરોગ્ય અધકારી ડો. જયેશ પટેલ સાહેબ,માનનીય અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જોષી સાહેબ, માનનીય ડૉ. જાટ સાહેબ,માનનીય ડૉ. સિંઘ સાહેબના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા શહેરી આરોગ્ય કેન્દ્ર સાવરકુંડલામાં વિના મૂલ્યે ન્યુમોકોકલ કંજ્યુગેટ વેક્સિન (પી.સી.વી .) શહેરના વિવિધ મમતા દિવસમાં આપવામાં આવી. પી.સી.વી.વેક્સિન બાળકોમાં ગંભીર પ્રકારના ન્યૂમોનિયા સામે રક્ષણ આપે છે.જે ખાસી અને ઉધરસ દ્વારા એકબીજા માં ફેલાય છે.પાંચ વર્ષથી નીચેના બાળકોમાં આ રોગ જોવા મળે છે.આ રોગથી બચવા માટે આપના બાળકને ૬ અઠવાડિયે ,૧૪ અઠવાડિયે અને નવમા મહિને એટલે કે દોઢ મહિને ,સાડાત્રણ મહિને અને નવમા મહિને આ પી. સી. વી. ન્યુમોકોકલ રસી મુકાવી શકાય અને બાળકને ન્યૂમોનિયા સામે રક્ષિત કરી શકાય.સરકારી દવાખાને આ રસી વિના મૂલ્યે આપવામાં આવશે .તો આ તકે રસીકરણ દિવસે ખાસ ૧ વર્ષ થી નીચેના બાળકો ને ન્યૂમોનિયાની રસી આપવા અર્બન હેલ્થ સેન્ટર સાવરકુંડલા ના ડોક્ટરશ્રીઓ તથા સ્ટાફે ખાસ નમ્ર વિનંતી કરેલ છે .આ સિવાય હાલમાં દરેક બાળકોને રસીકરણ કરાવવું અને આપના નજીકના વિસ્તારમાં દર બુધવારે મમતા દિવસ પર જવુ. કોવીડ રસીકરણ પણ ખાસ ૧૮ વર્ષ થી ઉપરના તમામ બાકી રહેતા પ્રથમ અને બીજો ડોઝ લેવો.વધુ માં મેલેરિયા,ચિકન ગુનિયાના ,ડેન્ગ્યુ વગેરે રોગો ના ફેલાય તે માટે તમામ નાગરિકો એ પોતાના ઘરમાં જન્યા પાણી ભરાય છે તે તમામ વાસણો,ટાંકા,ટાંકી,કુંડી,નાળિયેરની કાચલી,પ્લાસ્ટિકની પ્યાલી,પક્ષી કુંજ વગેરેને ખાલી કરી દેવી અને ખાસ સાફ સફાઈ કરવી.આખી બાયના કપડાં પહેરવા ,સવાર સાંજ ઘરમાં લીમડાનો ધુમાડો કરવો,મચ્છરદાની વાપરવી
સાવરકુંડલા આરોગ્ય વિભાગ દ્વારા મમતા દિવસ નિમિત્તે વિના મૂલ્યે ન્યુમોકોકલ કંજ્યુગેટ વેક્સિન (પી. વી. સી.) શહેરનાં વિવિધ વિસ્તારોમાં આપવામાં આવી

Recent Comments